લૌકિક-અલૌકિક : સલિલ પટેલ

તમાંગ અરૂણચાલ પ્રદેશમાં રહે છે. આમ તો આ ભારતનું એક નાનું રાજ્ય છે. પરંતુ અહીંયા પર્વતો, નદી, ઝરણાં અને ઘણાં બધાં ઘનઘોર જંગલો પણ છે. આ જંગલ દિવસનાં સમયે દેખાવમાં જેટલાં સુંદર છે, રાતના સમયે આ જંગલ એટલા જ ખતરનાક બની જાય છે.

આજે તમાંગના દાદાજીએ વર્ણવેલી ઘટના વિશે જાણીએ તમાંગના દાદાજીએ આ ઘટના વિશે તેને જણાવ્યું હતું. જ્યારે તેઓ જુવાન હતા ત્યારે તે લોકો મોટેભાગે ગામમાં જ રહેતા હતા અને ખેતીવાડીનું કામ કરતા હતા.   તેઓ રાત્રે પણ ખેતરમાં રહેતાં  અને ત્યાંથી જ ખેતરની રખેવાળી કરતા હતાં. કે જેથી કરીને કોઈ જંગલી જાનવર આવી ના જાય. એક વર્ષે ખેતીની સીઝનમાં મારા મમ્મી-પપ્પા અને મારો એક નાનો ભાઈ અમે ખેતરમાં કામ કરતા હતાં. મારા કેટલાક દોસ્તારોને પણ બોલાવ્યા હતા. અમે આખો દિવસ ખેતરમાં કામ કર્યું અને રાતના ઘરે જતી વખતે મારા પપ્પાએ અમને કહ્યું કે, ‘આજે તારે ખેતરમાં જ રાત રોકાવાનું છે અને પાકનું ધ્યાન રાખવાનું છે. મને ખેતરમાં સૂવાનું જરાય પસંદ ન હતું. પરંતુ પપ્પાએ કહ્યું તેથી હું ના પાડી શક્યો નહીં! મેં મારી સાથે મારા એક દોસ્તને પણ ત્યાં રોકાવા માટે કહ્યું અને તે માની ગયો. સાંજના લગભગ ૭-૮ વાગ્યા હશે અમે બંને બહુ થાકી ગયા હતા. વાતો કરતાં કરતાં જ મારો મિત્ર ક્યારે સૂઈ ગયો તેની ખબર ના પડી કારણકે તે બહુ થાકી ગયો હતો. એક ખૂણામાં જઈને મેં બીડી સળગાવી. હું બીડી પી રહ્યો હતો કે અચાનક મને એવું લાગ્યું કે કાંઈક ખેતરમાં ચાલી રહ્યું છે. મને લાગ્યું ક્યાંક કોઈ જંગલી જાનવરતો ઘૂસી નહીં ગયું હોય ને? મેં પાસે પડેલી લાકડી ઉઠાવી અને ખેતરમાં ચારે બાજુ જોવા લાગ્યો, પરંતુ ત્યાં કોઈ ન હતું. ત્યાં જ અચાનક મને કોઈક દેખાયું. એક લાંબો માણસ લગભગ છ ફૂટનો હશે મને જોઈને એકદમ જોરથી દોડવા લાગ્યો જાણે કોઈ જાનવર હોય અને ભાગતાં ભાગતાં તેણે એક મોટાં ઝાડ ઉપર છલાંગ મારી અને એક જ ઝાટકામાં ઝાડ ઉપર ચઢી ગયો અને પછી પલભરમાં ગાયબ થઈ ગયો. આવું કરવું કોઈ માણસના હાથની વાત ન હતી.’

હવે મને બહુ જ ડર લાગવા માંડયો અને હું બરફની જેમ એકદમ થીજી ગયો. અચાનક મારી બીજી બાજુથી કોઈકના દોડવાનો અવાજ આવ્યો તે મારો દોસ્ત હતો જે બહુ જ ગભરાયેલો હતો. તેણે મને પૂછયું કે, ‘તું ક્યાં જતો રહ્યો હતો?’ મેં પૂછયું, ‘કેમ શું થયું?’ તેણે કહ્યું કે, ‘તે જ્યારે સૂઈ રહ્યો હતો તે વખતે તેને એવું લાગ્યું કે કોઈક તેની સાથે પલંગ ઉપર સૂઈ ગયું છે પહેલા તો મને લાગ્યું કે કદાચ તુ જ હોઈશ. પરંતુ થોડીકવાર પછી જે કોઈ પણ તે હતું તેણે એક અજીબો ગરીબ અવાજ કાઢયો. તેને લાગ્યું કે હું ઉંઘમાં નસકોરાં બોલાવું છું. તેણે મને જોરથી હલાવ્યો. પરંતુ તે જે કોઈ હતું તે જરાપણ હલ્યો નહીં. એક વિશાળ પત્થરની જેમ અડગ. પછી મારા મિત્ર એ તેની સામે જોયું તો તેની આંખો પહોળી થઈ ગઈ. તે માણસનું મોઢું આખું વાળથી ભરેલું હતું. તેના શરીરમાંથી ભયંકર ગંદી વાસ આવતી હતી અને તે એની સામે જોઈને ભયાનક રીતે જોરજોરથી હસતો હતો. આ જોઈને તેના મોંઢામાંથી ચીસ નીકળી ગઈ તો પેલો શેતાન એટલી બધી ઝડપથી ભાગવા લાગ્યો જે કોઈ સામાન્ય માણસ કદી દોડી ના શકો. આ સાંભળીને તો મારા શરીરના બધાં જ રૃંવાટાં ઊભા થઈ ગયા. અમે બંને તે જ વખતે ત્યાંથી ભાગ્યા અને ઘરે વાત કરી. બીજે દિવસે મારા પિતાએ ત્યાં શાંતી પાઠ કરાવ્યો અને રાત્રે ખેતરે સુવાનું બંધ કરી દિધું.

 salil1611@yahoo.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post તે માણસ કોણ હતો? appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/that-man-who-was/
via Best Gujarati News

0 Comments