આગામી ૧૧મી એપ્રિલથી મતદાનનો પહેલો તબક્કો શરૂ થઇ રહ્યો છે અને ફેસબુક નહીં પણ વોટ્સએપ લાખો મતદારો ઉપર રાજકીય મેસેજનો મારો ચલાવવા ૮૭,૦૦૦થી વધુ ગ્રૂપ કાર્યરત રહી સૌથી મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની રહ્યું છે.

વોટ્સએપ મુજબ ૨૦ કરોડથી વધુ મંથલી એક્ટિવ યૂઝર્સ ભારતમાં તેના પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ હકીકત એ છે કે આ સંખ્યા તો ફેબ્રુઆરી ૨૦૧૭ની છે અને કંપની છેલ્લા બે વર્ષથી ભારતમાં પોતાના યૂઝર્સોની તાજી સંખ્યા જાહેર કરતી નથી.

ભારતમાં આજે લગભગ ૪૩ કરોડ સ્માર્ટફોન યૂઝર્સ હોવાનું હોંગકોંગ સ્થિત કાઉન્ટર પોઇન્ટ રિસર્ચના અહેવાલમાં જાણવા મળ્યું છે.  જો આ સંખ્યા સ્વીકારીને ચાલીએ તો ૨૦ કરોડ કાંઈ સાચો આંકડો નથી કેમકે બધા પાસે જ આપણા દાદાથી માંડીને ઘરની કામવાળી જેવા સ્માર્ટફોનના માલિક વોટ્સએપના યૂઝર્સ નથી અને આ જૂથ પાસે પહોંચવા માટે રાઉન્ડ ધ ક્લોક આ ગ્રૂપો કામ કરતા રહે છે.

૨૦૧૬ના અંતે ભારતમાં ૨૮થી ૩૦ કરોડ સ્માર્ટફોન યૂઝર્સ હતા. આજે તે સંખ્યા ૪૦ કરોડને પાર કરી ગઈ છે એમ કહીને કાઉન્ટર પોઇન્ટ રિસર્ચના એસોસિએટ ડિરેક્ટર તરુણ પાઠક ઉમેરે છે કે તમામ વય જૂથોમાં લોકો વોટ્સએેપનો ઉપયોગ કરે છે, તેથી એમ કહી શકાય કે ફેસબુક માલિકીનું પ્લેટફોર્મ ૩૦ કરોડ ભારતીયોથી વધુ લોકો પાસે એ પ્લેટફોર્મ પહોંચી ગયું છે. મતલબ કે એ સંખ્યા ફેસબુકના યૂઝર્સ જેટલા કે તેથી વધુ હોઇ શકે છે.

બોગસ પ્રચાર સહિતના અનેક સંદેશા ફરતા રહેશે!

સોશ્યલ મીડિયા એક્સ્પર્ટ અનૂપ મિશ્રા કહે છે કે, ૮૭ હજાર કરતાં વધુ ગ્રુપો હાલમાં વોટ્સ એપ પર હાલમાં એક્ટિવ મતદારો ઉપર પ્રભાવ પાથરવાનું લક્ષ્ય રાખે છે. આ ચૂંટણી સિઝનમાં વોટ્સ એપ પર તમને જુદી જુદી સરકારી નીતિઓથી લઇને પ્રાદેશિક હિંસા, બનાવટી રાજકિય સમાચાર, સરકારી કૌભાંડ, ઐતિહાસિક માન્યતાઓ , રાષ્ટ્રવાદ તથા હિન્દુ રાષ્ટ્રવાદને લગતા પ્રચાર જેવા અનેક બાબતોના બોગસ આંકડાઓ તમને અહીં જોવા મળી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post લોકોને વોટ્સએપના ૮૭,૦૦૦ ગ્રૂપ નિશાન બનાવી રહ્યા છે ! appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/people-wattsapp-87000-c/
via Best Gujarati News

0 Comments