આઈઆઈટી મદ્રાસની એક પહેલ દ્વારા હવે સેપ્ટિક ટેન્કમાં શ્વાસ ગૂંગળામણને કારણે મોત પર અંકુશ લાગવાની આશા જાગી છે. સંસ્થાનના વૈજ્ઞા।નિકોની એક ટીમે સેપ્ટિક ટેન્કોની સફાઈ માટે એક રોબોટ વિકસિત કરવામાં લાગેલી છે. આવતે મહિને આ રોબોટનું લેબમાં પરીક્ષણ થવાનું છે. આ વર્ષે જાન્યુઆરીમાં સેપ્ટિક ટેન્કોની સફાઈમાં ૧૫ જ્યારે માર્ચમાં ૬ લોકોનાં મોત થયા હતા.

૬૬ ટકા કર્મચારીઓ માથે મોતનું જોખમ

સેપ્ટિક ટેન્કોની સફાઈ કરી રહેલા લગભગ ૬૬ ટકા કર્મચારીઓ માથે મૃત્યુનું જોખમ છે. સફાઈ કર્મચારીઓને અકાળે મૃત્યુમાંથી ઉગારી લેવા માટે રોબોટ બનાવાઈ રહ્યો છે. ઓગસ્ટમાં એક સંગઠન ઓપ્ટમે તેના સરવેમાં કહ્યું હતું કે ભારતમાં લગભગ અડધા કર્મચારીઓ તણાવનો શિકાર બન્યા છે. ૭૦ મોટી કંપનીઓના લગભગ ૮ લાખ કર્મચારીઓના સરવે બાદ આ રિપોર્ટ તૈયાર કરાયો હતો. સફાઈ કર્મચારીઓ સેપ્ટિક ટેન્ક વિશે માહિતી ધરાવતા હોતા નથી તેઓ કોઈ પણ જાતની માહિતી વગર ટેન્કમાં ઉતરી જતા હોય છે. હકીકતમાં સેપ્ટિક ટેન્કમાં ઝેરી ગેસ બનતો હોય છે તેથી તેમા સફાઈ કરવા ઊતરેલા કર્મચારીઓને શ્વાસની ગૂગળામણ થતી હોય છે.

મોતની વધી રહેલી સંખ્યા

દેશમો સેપ્ટિક ટેન્કની સફાઈ દરમિયાન થઈ રહેલા મૃત્યુની વધી રહેલી સંખ્યા મોટી ચિંતાનો વિષય બની રહી છે. એક જાન્યુઆરી ૨૦૧૭થી ઓગસ્ટ ૨૦૧૮ સુધી રોજ પાંચ મોત સેપ્ટિક ટેન્કની સફાઈ દરમિયાન થતાં હોય છે. આયોગે જણાવ્યું કે જાન્યુઆરી ૨૦૧૭ સુધી અત્યાર સુધી ૧૨૩ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. સફાઈ કર્મચારી આયોગના અધ્યક્ષ મનહર વાલજીભાઈ ઝાલાએ કહ્યું કે ૧૯૯૩ થી આવી ઘટનાઓમાં ઓછામાં ઓછા ૬૧૨ લોકોનાં મોતનું અનુમાન છે. જાન્યુઆરી ૨૦૧૭ થી અત્યાર સુધીમાં ત્રણ સો કરતા પણ વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. આવા મોતનો આંકડો હમેશા વિવાદાસ્પદ રહ્યો છે.

આઈઆઈટીની અનોખી પહેલ

ચેન્નઈ સ્થિત ભારતીય ટેકનોલોજી સંસ્થાનના વૈજ્ઞા।નિકોની એક ટીમે સેપ્ટિક ટેન્કોની સફાઈ માટે રોબોટ બનાવી રહી છે. વર્ષ ૨૦૧૧ ની જનગણનામાં એવું કહેવામાં આવ્યું કે દેશમાં લગભગ ૪૦ કરોડ લોકોના ઘરોમાં સેપ્ટિક ટેન્કોનો ઉપયોગ થઈ રહ્યો છે. આઈઆઈટી મદ્રાસના સેન્ટર ફોર નોન સંસ્થાના ડો.પ્રભુ રાજગોપાલે જણાવ્યું કે ઝેરી ગેસો ભરેલા માહોલમા ંરોબોટનો ઉપયોગ પડકારજનક છે. તેઓ ચાર વર્ષથી તેમની ટીમ સાથે આ રોબોટ પર કામ કરી રહ્યાં છે. તેઓ જણાવે છે કે ટેન્કના ઉપરની સપાટી પર જામેલા તરલ પદાર્થ હટાવવા માટે રોબોટમાં પ્રોપેલર હોવું જરૂરી છે પરંતુ કોઈ વિમાનની જેમ રોટરી પ્રોપેલર ઉપયોગ કરવાની સ્થિતિમાં તેની બ્લેડમાં આ તરલ પદાર્થ ફસાઈ જવાનો ખતરો હોય છે. તેને કારણે ફિન ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો છે. પ્રયોગશાળામાં સેપ્ટિક ટેન્કની અંદર એક માહોલ બનાવા આ ટીમ તેલ અને ગેસ ક્ષેત્ર હાંસલ કરવાનો પ્રયાસ કરી રહી છે. રાજગોપાલ જણાવે છે કે રોબોટને ટેન્કમાં ઉતારતા પહેલા છત્રી આકારનું એક કટર અંદર નાખવામાં આવશે. તે અંદર જઈને ખુલી જજશે અને નીચે જામેલી ગંદગીને દૂર કરી દેશે. એક રોબોટ પર ૧૦ થી ૩૦ લાખ રૂપિયાનો ખર્ચ આવશે. તે ઉપરાંત તેના બીજા કેટલાક ટેકનોલોજિકલ પરિબળોને પણ વિચારણા કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post રોબોટ કરશે જીવલેણ સેપ્ટિક ટેન્કોની સફાઈ appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/robot-will-fatal-septi/
via Best Gujarati News

0 Comments