પંજાબના ખરડમાં ઝોનલ લાઇસેન્સિંગ ઓથોરિટીના પદ પર તૈનાત મહિલા અધિકારી નેહા શૌરીની ઓફિસમાં ઘૂસીને હત્યાના કેસથી આખા રાજ્યમાં સનસની ફેલાય ગઇ છે. નેહાને મારનાર આરોપીની ઓળખ બલવિંદર સિંહ તરીકે થઇ છે. કહેવાય છે કે તેણે 10 વર્ષની અદાવતના લીધે મહિલા અધિકારીની હત્યાને અંજામ આપ્યો. નેહા શૌરીએ રોપડમાં જિલ્લા ડ્રગ અધિકારીના પદ પર રહેતા 2009મા આરોપીની મોરિંડા સ્થિત કેમિસ્ટ શોપ પર દરોડા પાડ્યા હતા અને તેનું લાઇસન્સ રદ્દ કરી દીધું હતું.

પંજાબ પોલીસનું કહેવું છે કે તેના લીધે બલવિંદર નેહા શૌરીની વિરૂદ્ધ બદલાની ભાવનાથી ભરાયું હતું અને તેની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. શુક્રવારના રોજ સવારે જ્યારે નેહા ખરડ પોતાની ઓફિસમાં હાજર હતી ત્યારે આરોપી બલવિંદર સિંહે સવારે 11.40 મિનિટે તેની ઓફિસમાં ઘૂસી 32 બોર લાઇસન્સી રિવોલ્વરથી ત્રણ ગોળી મારી તેની હત્યા કરી દીધી. બલવિંદર બેગમાં રિવોલ્વર લઇને આવ્યો હતો. કહેવાય છે કે ઘટનાના સમયે કાર્યાલયમાં એક જ સિક્યોરિટી ગાર્ડ તૈનાત હતો પરંતુ તે બલવિંદરને જોઇ શકયો નહીં.

પોતાના ભત્રીજી સાથે વાત કરી રહી હતી નેહા
આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. એ સમયે નેહા શૌરી પોતાના ત્રણ વર્ષના ભત્રીજી આરાધ્યા સાથે ત્યાં હતી. આરાધ્યા પહેલી વખત ઓફિસ આવી હતી અને નેહા તેની સાથે વાત કરી રહી હતી. જેવો બલવિંદર ઓફિસમાં પહોંચ્યોને નેહા પર ત્રણ ગોળીઓ ચલાવી. પહેલાં ગોળી છાતી પર લાગી, બીજી ગોળી નાક અને આંખની વચ્ચે અને ત્રીજી ગોળી ખભા પર લાગતા તેનું ઘટનાસ્થળ પર જ મોત થઇ ગયું.

2016થી ઝોનલ લાઇસન્સિંગ ઓથોરિટી પદ પર હતી તૈનાત
નેહા શૌરી એ પંજાબ યુનિવર્સિટીમાંથી બી ફાર્માનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેણે 2004 થી 2006 સુધી નાઇપરથી એમએસ ફાર્માસ્યુટિક્સની ડિગ્રી મેળવી અને ડ્રગ ઇન્સપેકટર પદ પર નિમણૂક થઇ. તે 2016થી ઝોનલ લાઇસન્સિંગ ઓથોરિટી પદ પર તૈનાત હતી. પોલીસે હત્યાનો કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શરૂઆતની તપાસમાં ખબર પડી કે આરોપી બલિંદરની મોરિંડામાં દવાની દુકાન હતી અને 2009માં નેહાએ તેની દુકાન પર દરોડા પાડ્યા હતા. નેહાએ ત્યાંથી કથિત નશીલી દવાઓ જપ્ત કરી હતી. ત્યારબાદ તેની દવાની દુકાનનું લાઇસન્સ રદ્દ કરી દીધું હતું.

હત્યાનું કારણ ખબર પડી નથી પરંતુ લાઇસન્સ રદ્દ કરવાને લઇ હત્યાનું કારણ મનાય છે. નેહાનો પતિ ચંદીગઢમાં એક્સિસ બેન્કમાં કામ કરે છે અને બે વર્ષની દીકરી પણ છે. હત્યારોપી બલવિંદર સિંહ કુરાલી સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરી રહ્યો હતો. 2009મા લાઇસન્સ રદ્દ થતા તેણે મોરિંડામાં જ એક ખાનગી હોસ્પિટલ ખોલી હતી પરંતુ થોડાંક સમય બાદ તે પણ બંધ થઇ ગઇ.

બિઝનેસ ડૂબ્યો તો ડ્રગ્સ અધિકારી સાથે બાંધી દુશ્મની
ત્યારબાદ બલવિંદર એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરવા લાગ્યો પરંતુ મેડિકલ લાઇનમાં ફરીથી પાછો આવવા માગતો હતો. તેના માટે ઘણા જોડતોડ કર્યા પરંતુ સફળતા મળી નહીં. આ વાતનો કચવાટ હતો. એમ પણ કહેવાય છે કે બલવિંદર ગામમાં રહેતો હતો પરંતુ કોઇની સાથે વાતચીત કરતો નહોતો. પોતાનો બિઝનેસ ડૂબ્યો તેના માટે નેહા શૌરીને જવાબદાર માનતો આથી તેની સાથે અદાવત કરી હતી.

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે ડીજીપી દિનકર ગુપ્તાને કેસની તપાસ માટે આદેશ આપ્યા છે. ઘટના બાદ વિપક્ષ અકાલી દળ અને આમ આદમી પાર્ટી એ કોંગ્રેસ સરકારનો વિરોધ કર્યો અને આરોપ મૂકયો કે રાજ્યમાં કાયદો-વ્યવસ્થા ધ્વસ્ત થઇ ગયા છે. એટલે સુધી કે અધિકારી પણ પોતાની ઓફિસની અંદર સુરક્ષિત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ઇમાનદારીથી કામ કરવાનું મહિલા ઓફિસરને ભારે પડ્યું, આવ્યું ખતરનાક પરિણામ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/woman-drug-inspector-shot-dead-in-punjab/
via Best Gujarati News

0 Comments