કંગનાએ આ પ્રોડ્યુસર પર લગાવ્યો સનસનાટીપૂર્ણ આરોપ, ફિલ્મ માટે કરાવ્યું હતું…
કંગના રનૌત હાલ તેના નિવેદનોના કારણે ઘણી ચર્ચામાં છે. જ્યારે તાજેતરમાં થયેલ એક ચેટ શોમાં કંગનાએ ફરીએ એકવાર એવી વાત કહી છે જે ચોંકાવનારી છે. કંગનાએ આ વખતે પહલાજ નિહલાની પર પ્રહાર કર્યો છે.
રિપોર્ટ મુજબ ચેટ શોમાં કંગના રનૌતે કહ્યું કે તેના એક્ટિંગ કરિયરની શરૂઆતમાં પહલાજ નિહલાનીએ તેને એક ફિલ્મ ઓફર કરી હતી. જેમાં કંગનાનો એક બોલ્ડ ફોટોશૂટ થયો હતો. કંગનાએ કહ્યું કે આ ફિલ્મમાં તેને એક એવું પાત્ર ભજવવાનું હતું જે તેના બોસના પ્રેમમાં હોય છે. આ ફિલ્મના એક સીન માટે કંગનાને માત્ર રોબ પહેરીને સૂટ કરવાનું હતું અને અંદર કોઈ ઇનરવેયર પહેરવાના નહોતા.
કંગનાના આ નિવેદન બાદ પહલાજ નિહલાનીએ કહ્યું કે જે ફોટોશૂટની તેઓ વાત કરી રહી છે તેના માટે મે દોઢ કરોડ ખર્ચ કર્યા હતા અને ત્રણ ગીત શૂટ કર્યા હતા. કંગના રનૌતએ ફોટોશૂટ કર્યા તેને પછી મારા એડ અને પોસ્ટરના કારણે તેને મહેશ ભટ્ટની ફિલ્મ ‘ગેંગસ્ટર’ મળી હતી. મહેશ ભટ્ટની ફિલ્મ મળતા જ તેને મારી ફિલ્મ છોડી દીધી હતી. તેના પછી તેને મારી પાસે ફેવર માંગ્યું કે હું તેને ગેંગસ્ટર કરવા દઉ અને ત્યાર બાદ અમે એક નહીં ત્રણ ફિલ્મો કંગના સાથે સાઇન કરી હતી.
આ સિવાય પહલાજ નિહલાની વધુ ઉમેરતા કહ્યું કે મારી પાસે કંગનાની ઘણી બધી વસ્તુઓ છે તેને મારી સાથે આવી રીતે નહીં રમવું જોઈએ. ઉલ્લેખનીય છે કે કંગનાએ ચેટ શો દરમિયાન ઘણી બેબાક વાતો કરી. રિપોર્ટ મુજબ કંગનાએ રણબીર અને આલિયા વિશે પણ નિવેદન આપતા કહ્યું કે રણબીર કપૂર 37 વર્ષના છે જ્યારે આલિયા ભટ્ટ 27 વર્ષની છે. દુનિયામાં તેમને યંગ જનરેશન તરીકે પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે. આ ઉમરના લોકો પોતાને યંગ કેવી રીતે કહી શકે છે. ઉપરાંત કંગનાએ ચેટ શો દરમિયાન તેના ફેમિલી, કરિયર અને દેશ વિશે પણ ઘણી વાતો કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post કંગનાએ આ પ્રોડ્યુસર પર લગાવ્યો સનસનાટીપૂર્ણ આરોપ, ફિલ્મ માટે કરાવ્યું હતું… appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/kangana-ranauts-allegation-on-producer-pahlaj-nihalani/
via Best Gujarati News

0 Comments