અમિતાભની આગામી ફિલ્મ આંખે ટુમાં સૈફઅલી ખાન મહત્ત્વની ભૂમિકામાં
અભિનેતા અમિતાભ બચ્ચનની ફિલ્મ આંખે ટુ ખૂબ જ લાંબા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મનો પહેલો ભાગ વર્ષ ૨૦૦૩માં આવ્યો હતો અને હિટ રહ્યો હતો. પહેલા ભાગમાં અમિતાભ બચ્ચન, અક્ષયકુમાર, અર્જુન રામપાલ, પરેશ રાવલ અને સુષ્મિતા સેન જેવા કલાકાર હતા. ફિલ્મ આંખે ટુનું દિગ્દર્શન અનીસ બઝમી કરવાના છે. ફિલ્મમાં અમિતાભ ઉપરાંત અનિલ કપૂર, અરશદ વારસી, ઇલિયાના ડીક્રૂઝ, પરેશ રાવલ સાથે જેક્લિન ફર્નાન્ડીસ અને સૈફઅલી ખાન પણ જોવા મળવાના છે. સૈફઅલી ખાન ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકામાં હશે. હાલ સૈફઅલી ખાન પોતાની આગામી ફિલ્મની શૂટિંગ તેમ જ તૈમૂરની દેખરેખમાં વ્યસ્ત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post અમિતાભની આગામી ફિલ્મ આંખે ટુમાં સૈફઅલી ખાન મહત્ત્વની ભૂમિકામાં appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/amitabhs-next-film-eye/
via Best Gujarati News
0 Comments