લગ્નના ફેરા લેતા જ દુલ્હનને થવા લાગી ઉલ્ટીઓ, તો પતિએ કરાવ્યો વર્જિનિટી ટેસ્ટ
કર્ણાટકના બેંગલુરૂમાં લગ્નના થોડી જ મીનીએટો બાદ દુલ્હનને ઉલ્ટીઓ થતા પતિએ શંકાના આધારે તેનો વર્જિનિટી ટેસ્ટ કરાવ્યો હોવાનો સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, પતિએ તેને જાણ કર્યા વગર જ વર્જિનિટી અને પ્રેગ્નેન્સિ ટેસ્ટ કરાવ્યા હતાં. મહિલાએ શંકા કરવા અને શારીરિક ઉત્પીડન કરવાના આરોપસર પતિ વિરૂદ્ધ અદાલતમાં કેસ કર્યો છે. આરોપી એક કંપનીમાં HR વિભાગમાં છે.
આ કેસની સુનાવણી બેંગલુરૂના પરિહર ફેમિલી કાઉંસલિંગ સેન્ટરમાં થઈ રહી છે. કોર્ટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉત્તર કર્ણાટકનો રહેવાસી કપલ શરત (29) અને રક્ષા (26) (નામ બદલવામાં આવ્યા છે) એમબીએ ગ્રેજ્યુએટ છે અને પ્રતિષ્ઠિત કંપનીઓમાં નોકરી કરે છે. બંને મેટ્રોમોનિયલ સાઈટ પર મલ્યાં હતાં. થોડા દિવસોની વાતચીત બાદ બંનેએ નવેમ્બર 2008માં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.
લગ્નના 15 દિવસ પહેલા રક્ષાની માતાને કેંસર થતા તેનું નિધન થઈ ગયું હતું. જેના કારણે રક્ષા ડિપ્રેશનમાં જતી રહી હતી પણ પતિ શરતને લાગતું કે તે ખુશ નથી. રક્ષા પોતાના એક નજીકના મિત્ર સાથે વાત કરી રહી હતી. જેને લઈને પણ શરતને કોઈ અજસમણ ઉભી રહી. પરંતુ લગ્નના દિવસે રક્ષાને ગેસટ્રાઈસિસના કારણે ઉલટીઓ થવા લાગી જેથી શરત તેને લઈને હોસ્પિટલ ગયો.
રક્ષાની જાણ બહાર જ કરાવ્યો વર્જિનિટી ટેસ્ટ
હોસ્પિટલમાં રક્ષાએ જોયું કે ડૉક્ટરો તેની વર્જિનિટી અને પ્રેગ્નેન્સિ ટેસ્ટ કરી રહ્યાં છે તો ભારે આશ્ચર્યમાં મુકાઈ ગઈ. ટેસ્ટ બાદ રક્ષાએ શરતને બરાબરનો ઝાટકી નાખ્યો અને પોતાની બહેનના ત્યાં જઈને રહેવા લાગી. ત્રણ મહિના બાદ શરતે પરિહર ફેમિલી કાઉસલિંગ સેંટરમાં જઈને પત્ની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી. રક્ષાએ પોતાનો પક્ષ રજુ કર્યો તો કાઉન્સિલ પણ આશ્ચર્ય પામી હતી.
કાઉન્સિલકર અપર્ણા પુરનેશે જણાવ્યું હતું કે, રક્ષાએ અમને જણાવ્યું હતું કે, તેને એ વાતની જાણ જ નહોતી કે તેને પ્રેગ્નેસી અને વર્જિનિટી ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. તેણે તો ડિટેલ જોયા વગર જ સહમતિ પત્ર પર હસ્તાક્ષર કરી દીધા હતાં. જ્યારે તેને જાણ થઈ ત્યારે તો બંને ટેસ્ટ લગભગ પુરા થઈ ચુક્યાં હતાં. આ મામલે કાઉન્સિલે શરત સાથી વાતચીત કરવાનો પ્રયાસ કર્યો પણ તેને કોઈ જ પ્રતિક્રિયા આપી નહોતી.
પતિએ આપી છુટાછેડાની અરજી
રક્ષાએ પોલીસ અને કોર્ટમાં શરત વિરૂદ્ધ ઉત્પીડન અને શંકા કરવાનો કેસ નોંધાવ્યો છે જ્યારે શરતે છુટાછેડાનો કેસ દાખલ કર્યો છે. કાઉન્સલિંગ સેંટરનીએ કો-ઓર્ડિનેટર રાનીએ શેટ્ટીએ જણાવ્યું હતું કે, રક્ષાના પિતાનું ઘણા સમય પહેલા નિધન થયું હતું અને તેના લગ્ન પહેલા જ તેની માતાનું પણ નિધન થયું. આ સ્થિતિમાં રક્ષાને આશ્વાસન આપવાના બદલે શરતે તેના પર શંકા કરી અને તેની સહમતિ વગર જ આ પ્રકારના ટેસ્ટ કરાવ્યા જે ગેરકાયદેસર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post લગ્નના ફેરા લેતા જ દુલ્હનને થવા લાગી ઉલ્ટીઓ, તો પતિએ કરાવ્યો વર્જિનિટી ટેસ્ટ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/during-pheras-bride-falls-down-and-at-hospital-groom-did-some-tests-on-her/
via Best Gujarati News
0 Comments