કચરો ફેંકવા ગયેલી પોલીસ કોન્સ્ટેબલની પત્નીની લાજ લેવાનો પોલીસ પુત્રનો પ્રયાસ
મહીલા સુરક્ષાના દાવાની ધજીયા ઉડાડતી શરમજનક ઘટના ક્રાઈમબ્રાંચે પાસેની રાયખડ પોલીસ લાઈનમાં બની છે. શુક્રવારે સાંજે કચરો ફેંકવા ગયેલી પોલીસ કોન્સ્ટેબલની પત્નીની એકલતાનો લાભ લેવાનો પોલીસપુત્રએ પ્રયાસ કર્યો હતો. મહીલાનો હાથ પકડી આરોપીએ છાતીના ભાગે અડપલા શરૃ કર્યા હતા. જો કે, મહીલાએ બૂમાબૂમ કરતાં સ્થાનિક લોકો આવી જતાં આરોપી ભાગી ગયો હતો. ગાયકવાડ હવેલી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
શહેરના ડીસીપી સ્કોડમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં વિષ્ણુભાઈ (નામ બદલ્યું છે) રાયખડ પોલીસ લાઈનમાં રહે છે. વિષ્ણુભાઈના પરિવારમાં પત્ની રેખા (નામ બદલ્યું છે) (ઉં,25) અને બે નાના બાળકોનો સમાવેશ થાય છે.
વિષ્ણુભાઈ શુક્રવારે સવારે 10 વાગ્યે ફરજ પર ગયા હતા. ઘરનું કામકાજ પતાવી સાંજે 5.30 વાગ્યે રેખાબહેન બે બાળકોને ઘરે મુકીને રાયખડ પોલીસ લાઈનના દરવાજા પાસે કચરો નાંખવા માટે ગયા હતા. દરવાજા પાસે કોઈ અવરજવર ન હતી કે, કોઈ માણસો પણ હાજર ન હતા. તે સમયે પીએસઆઈ કવાર્ટસ તરફથી આવેલા યુવકે એકલતાનો લાભ લઈ રેખાબહેનને ડાબો હાથ પકડીને તેમની છાતી પર હાથ નાંખ્યો હતો. ઘટનાથી ડરી ગયેલા રેખાબહેને પોતાનો હાથ છોડાવવા પ્રયત્ન કરીને બૂમાબૂમ શરૃ કરી હતી. આરોપી રેખાબહેનને હાથ છોડી ભાગવા ગયો પરંતુ સ્થળ પર પડી ગયો હતો. તે પછી ઊભો થઈને ગાયકવાડ હવેલી પોલીસ લાઈન તરફ ભાગી ગયો હતો.
રેખાબહેનની બૂમો સાંભળી રાયખડ લાઈનના લોકો ભેગા થયા તેઓએ આરોપી યુવકને ભાગતા જોયો હતો. રેખાબહેને તપાસ નિર્લજ્જ હરકત કરનાર યુવક સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં કોર્ટ ડયુટી જમાદાર તરીકે ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ મુનીર કુરેશીનો પુત્ર મસુદ હોવાનું જાણવા મળ્યું હતું. બનાવની જાણ રેખાબહેને તેમના પતિ વિષ્ણુભાઈને કરી હતી. કંટ્રોલરૃમમાં આ અંગે ફોન કર્યા બાદ ગાયકવાડ હવેલી પોલીસે રેખાબહેનની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આરોપી 15 દિવસથી બિભત્સ ઈશારા કરતો
રેખાબહેન મકાનની ગેલેરીમાં કપડાં સુકવતા ત્યારે પીએસઆઈ કવાર્ટસ પાસે ઊભો રહીને મુનીર તેમની સામે બિભત્સ ઈશારા કરતો હતો. પતિને જાણ કરવાથી ઝઘડો થશે તેવા ડરથી રેખાબહેને વાત કરી ન હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post કચરો ફેંકવા ગયેલી પોલીસ કોન્સ્ટેબલની પત્નીની લાજ લેવાનો પોલીસ પુત્રનો પ્રયાસ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/attempted-police-son-to-take-custody-of-constables-wife/
via Best Gujarati News
0 Comments