બ્રિટનની અદાલતમાં નીરવ મોદીની બીજી જામીન અરજીની સુનાવણી દરમિયાન કેટલીક હળવાશની પળો પણ સર્જાઈ. ન્યાયાધીશ એમ્મા આર્બથનોટે ફરિયાદી પક્ષને પુછ્યું હતું કે, જો ભાગેડૂ નીરવ મોદીનું ભારત પ્રત્યાર્પણ કરવામાં આવે તો શું તેને ભાગેડૂ એવા દારૂના વ્યાપારે વિજય માલ્યા સાથે જેલમાં એક જ સેલમાં રાખવામાં આવશે.

વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્ર્રેટ અદાલતની મુખ્ય જજ આર્બથનોટે ગત વર્ષે ડિસેમ્બરમાં માલ્યાના પ્રત્યાર્પનના પોતાના આદેશ તરફ ઈશારો કરતા કહ્યું હતું કે, તેમને પહેલા જેવો જ અહેસાશ થઈ રહ્યો છે.

અદાલતમાં શું થયું?

ગઈ કાલે શુક્રવારે હાથ ધરવામાં આવેલી સુનાવણી દરમિયાન ન્યાયાધીશે કહ્યું હતું કે, શું અમે જાણી શકીએ ભારતના કયા ભાગમાં નીરવ મોદીની તલાશ છે. જેથી કરીને અમને પણ સમજાય કે તેને ભારતની કઈ જેલમાં રાખવામાં આવશે.

ભારત તરફથી કરવામાં આવેલી દલીલમાં ન્યાયાધીશને કહેવામાં આવ્યું કે, નીરવ મોદીને મુંબઈ લઈ જવામાં આવશે અને શહેરની આર્થર રોડ જેલમાં રાખવામાં આવી શકે છે, જ્યાં માલ્યાને રાખવાની તૈયારીઓ ચાલી રહી છે. જેના પર ન્યાયાધીશે હળવાશ ભર્યા અંદાજમાં કહ્યું હતું કે, બંને માટે એક જ સેલ હોઈ શકે છે. કારણ કે વિજય માલ્યાના પ્રત્યાર્પણ કેસની સુનાવણી દરમિયાના સોંપવામાં આવેલા વીડિયોથી અમને જાણવા મળ્યું છે કે, ત્યાં હજી જગ્યા છે.

ભારતે અગાઉ બ્રિટનની અદાલતને જણાવ્યું હતું કે, વિજય માલ્યાને મુંબઈની આર્થર રોડ જેલમાં આવેલી બે માળની ઈમારતમાં ઉચ્ચ સુરક્ષા ધરાવતા બેરેકમાં રાખવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post બ્રિટિશ જજે વિજય માલ્યા અને નીરવ મોદીને લઈને કંઈક એવું પુછ્યું કે લોકો હસી પડ્યાં appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/will-nirav-modi-vijay-mallya-hare-same-jail-cell-if-extradited-uk-judge/
via Best Gujarati News

0 Comments