ભારતીય જનતા પાર્ટીની સાથે રાજકારણમાં લાંબી ઇનિંગ્સ રમ્યા બાદ સ્ટાર શત્રુઘ્ન સિન્હા એ હવે કોંગ્રેસનો હાથ પકડવાનું એલાન કરી દીધું છે. શૉટગનના આ નિર્ણય પર હવે તેમની દીકરી સોનાક્ષી સિન્હાની પ્રતિક્રિયા આવી છે. દબંગ ગર્લ એ કહ્યું કે આ તેમની પસંદ પર નિર્ભર કરે છે. દબંગ ગર્લે કહ્યું કે આ નિર્ણય લેવામાં તેમણે બહુ મોડું કરી દીધું છે. તેમણે પહેલાં જ લઇ લેવાની જરૂર હતી. સોનાક્ષીએ આશા વ્યક્ત કરી છે કે કોંગ્રેસમાં રહીને તેના પિતા કોઇ દબાણ વગર વધુ સારું કામ કરી શકશે.

એક ઍવૉર્ડ ફંકશનમાં પહોંચેલી સોનાક્ષીએ કહ્યું કે આ તેમની પસંદની વાત છે. મને લાગે છે કે જો તમે કયાંક ખુશ નથી તો તમારે બદલાવ લાવો જોઇએ. આ તેમણે પણ કર્યું. મને લાગે છે કે કોંગ્રેસ સાથે જોડાઇને તેઓ વધુ સારું કામ કરી શકશે અને અહીં પોતાના પર કોઇ દબાણ મહેસૂસ કરશે નહીં.

સોનાક્ષી એ આગળ કહ્યું મારા પિતા શરૂઆતથી પાર્ટી (ભાજપ) સાથે જોડાયેલા રહ્યા. અટલજી , અડવાણીના સમયથી તેઓ તેમાં હતા. પરંતુ પાર્ટી એ તેમને એ ઇજ્જત ના આપી જે તેમને મળવી જોઇતી હતી. મારા હિસાબથી તેમને મોડું કરી દીધું. આ પહેલા કરવાની જરૂર હતી.

આપને જણાવી દઇએ કે શત્રુઘ્ન સિન્હા પહેલાં જ એલાન કરી ચૂકયા છે કે તેઓ કોંગ્રેસમાં સામેલ થઇ રહ્યા છે. રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ ‘શૉટગન’ એ કહ્યું કે નવરાત્રિમાં શુભ મૂહુર્ત હોય છે, આથી તેઓ સારા કામની શરૂઆત પહેલાં નવરાત્રિની 6 એપ્રિલથી કરશે. એટલું જ નહીં તેઓ પટના સાહિબથી ચૂંટણી પણ લડી શકે છે. આપને જણાવી દઇએ કે બિહારમાં તેમને કોંગ્રેસ પહેલાં જ સ્ટાર પ્રચારક જાહેર કરી ચૂકી છે.

આપને જણાવી દઇએ કે લોકસભા ચૂંટણી 2019માં શત્રુઘ્ન સિન્હાના પટના સાહિબથી ટિકિટ કાપી દીધી હતી. તેના પર નારાજ સિન્હા એ કહ્યું હતું કે ન્યૂટનના નિયમન અંતર્ગત દરેક એકશનની બરાબર રિએકશન હોય છે, જે હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post શત્રુઘ્ન એ BJP છોડવા પર સોનાક્ષી બોલી, પપ્પાએ બહુ મોડું કરી દીધું મારા મતે તો… appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/sonakshi-sinha-on-her-father-shatrughan-sinha-leaving-bjp-its-his-choice/
via Best Gujarati News

0 Comments