20 વર્ષની બાંગ્લાદેશી મહિલા એ એક બાળકને જન્મ આપ્યાના 26 દિવસ બાદ જોડિયા બાળકોને જન્મ આપતા ડૉકટર્સને સ્તબ્ધ કરી દીધા છે.

ઢાકાના અખબારોના રિપોર્ટ પ્રમાણે સહરશા ઉપજિલાની અરિફા સુલ્તાનાને 25મી ફેબ્રુઆરીના રોજ પ્રેગનન્સીમાં કેટલીક જટિલતાના લીધે ખુલના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. થોડાંક કલાકોની અંદર જ મહિલા એ નોર્મલ ડિલિવરીથી એક બાળકને જન્મ આપ્યો. દીકરાના જન્મ બાદ અરિફા પોતાના ઘરે પાછી ફરી પરંતુ ડૉકટરોનું ધ્યાન મહિલાના બીજા યુટેરસમાં હાજર બીજા બાળકો પર ગયું નહીં.

હોસ્પિટલના ગાયનોકોલોજીસ્ટ શીલા પોદ્દારે કહ્યું કે અરિફાને બિલકુલ મહેસૂસ થઇ રહ્યું નહોતું કે તેના ગર્ભમાં જોડિયા બાળકો છે. પહેલાં બાળકનો જન્મ આપ્યાના 26 દિવસ બાદ 22મી માર્ચના રોજ તેઓ ફરીથી હોસ્પિટલમાં ગયા.

ડૉકટર પોદ્દારે કહ્યું કે એક અલ્ટ્રાસાઉન્ડથી ખબર પડી કે અરિફાને બે ગર્ભાશય છે અને ચોંકાવનારી વાત એ રહી કે તેને જોડિયા બાળકને જન્મ આપી દીધો. જોડિયા બાળકોનો જન્મ સી-સેકશન સર્જરીથી થયો. જોડિયા બાળકોમાં એક છોકરો અને એક છોકરી છે.

ડૉ.પોદ્દારે કહ્યું કે પહેલું બાળક એક કૂખમાં ઉછરી રહ્યું હતું જ્યારે ટ્વિન્સ બાળકો બીજી કૂખમાં. તેમણે કહ્યું આ એક ખૂબ જ દુર્લભ કિસ્સો હતો. આની પહેલાં તેમની સામે આવો કોઇ કેસ આવ્યો નથી.

મંગળવારના રોજ માતા અને ત્રણેય બાળકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે. તમામ બાળકો સ્વસ્થ છે. જેસોરની મુખ્ય સરકારી ડૉકટર દિલીપ રોયે કહ્યું કે તેમણે પોતાની 30 વર્ષની લાંબી મેડિકલ કેરિયરમાં આ રીતનો કિસ્સો જોયો નથી.

તેમણે ખુલના મેડિકલ કોલેજ પર પણ પ્રશ્ન ઉઠાવ્યા કે ડૉકટરને અરિફાની બીજી પ્રેગનન્સીની પહેલી વખતમાં ખબર કેમ નહોતી પડી. અરિફાના પતિ સુમન બિસ્વાસે કહ્યું કે આ અલ્લાહનો ચમત્કાર છે કે તમામ બાળકો સ્વસ્થ છે. હું કોશિષ કરીશ કે મારા તમામ બાળકોને ખુશ રાખી શકું.

સુલ્તાના એક ગરીબ પરિવારમાંથી આવે છે. ત્રણેય બાળકોના જન્મ પર ખુશ તો છે પરંતુ તેને ચિંતા સતાવી રહી છે કે તેમનું પાલન પોષણ કેવી રીતે કરશે. સુલ્તાના એ કહ્યું કે તેમના પતિ મજૂર છે અને મુશ્કેલથી દર મહિને 6000 ટકા કમાઇ શકે છે. સુલ્તાના એ કહ્યું કે મને નથી ખબર કે અમે ઓછા પૈસામાં ત્રણ બાળકોનું ભરણપોષણ કેવી રીતે કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ચમત્કાર! પહેલાં બાળકને જન્મ આપ્યાના 26 દિવસ બાદ મહિલા એ આપ્યો જોડિયા બાળકોને જન્મ appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/woman-with-two-wombs-gives-birth-twice-nearly-a-month-apart/
via Best Gujarati News

0 Comments