ટીવીની પોપ્યુલર અભિનેત્રી જુહી પરમારની સાથે હોળીના દિવસે એક એવી ઘટના ઘટી જેને તે આખી ઉંમર નહીં ભુલી શકે. જોકે, હોળીના દિવસે જુહીની તબીયત ખરાબ થઇ ગઇ હતી કે તેના માટે શ્વાસ લેવો મુશ્કેલ થઇ ગયો હતો. જુહીની માનીએ તો મોતના મોંમાંથી બહાર નીકળી.

જુહીએ તેની મોતને ખૂબ નજીકથી જોઇ। પરંતુ ડરવાની વાત નથી જુહી પરમાર બિલકુલ સલામત છે. આ ડરાવના અનુભવને લઇને જુહી પરમારે ઇન્સ્ટા પર લાંબી પોસ્ટ લખીને શેર કરી છે.

જુહીએ પોસ્ટમાં જણાવ્યું કે નાકની નળી બંધ થઇ ગઇ હતી જેના કારણથી તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. જ્યારે એવુ થયું જુહીને લાગ્યુ કે તેનું મોત થઇ જશે. એટલું જ નહીં તેને તેની બેસ્ટ ફ્રેન્ડ આશકા ગોરડિયાથી તેની પુત્રી સમાયરાનું ધ્યાન રાખવા પણ કહ્યું હતું. તે દિવસે જુહી પરમાર તેની મિત્ર આશકા ગોરડિયામના ઘરે પાર્ચીમાં હતી. તે બાદ જુહીનો જીવ ગભરાવવા લાગ્યો હતો. જોકે હવે જુહીની તબિયત સારી છે.

તેની પોસ્ટમાં જુહીએ લખ્યું ‘હું આશકા ગોરડિયાના ઘરે હતી. જ્યાં મને રાતે 10.30-11 વાગ્ચાની વચ્ચે હોસ્પિટલ લઇ જવામાં આવી. હું શ્વાસ લઇ શકતી ન હતી. પરંતુ આશ્ચર્ય જનકકે મારા મેડિકલ રિપોર્ટ્સ સારા હતા. મને લાગ્યુ કે હું નહી બચી શકું. મે આશકાને કહ્યું કે મારા બાદ તે મારી પુત્રીનું ઘ્યાન રાખે. તે સમયે મેં દરેક લોકોને માફ કરી દીધા હતા. જે લોકોએ મારી સાથે ખોટું કર્યું હતું. મારા દિલમાં કોઇના પણ માટે કોઇ ફરિયાદ ન હતી. કોઇપણ નેગેટિવ ફીલિંગ્સ ન હતી.

જુહીએ લખ્યું, હું મરતા પહેલા આ ભાર લઇને જવા માંગતી ન હતી જ્યારે મારાથી શ્વાસ લેવાતો ન હતો. ત્યારે મારી ભગવાન સાથે વાત કરી. મને લાગ્યું મારી આત્મા મારા શરીરને છોડીને જઇ રહી છે. પરંતુ હું નહોતી ઇચ્છતી કે એવું થાય કારણકે મારી પુત્રી સાથે ખોટું થાય.

જુહીએ કહ્યું કે એ સમયે મેં ભગાવન સાથે ક્ષમા માંગી જ્યારે મેં મારી લાઇફની વેલ્યુ ન કરી. મેં માફી માંગતા કહ્યું કે હે ભગવાન મારી પુત્રી માટે જીવવાની તક આપી દો. હું તે સમયે હુ મારી પુત્રીને જોવા માંગતી હતી.

અંતમાં જુહીએ કહ્યું કે હું હાલ પણ તે જ છું પરંતુ મારી આત્મા બદલાઇ ગઇ છે. આજે જે પણ મારી પાસે છે તેના માટે ભગવાનનો આભાર માનું છું. જણાવી દઇએ કે જુહી પરમારનો 2018માં સચિન શ્રોફથી છૂટાછેડા થયા. પોતાની ખાનગી લાઇફમાં ઉઠલ-પાઠલના કારણે જુહી પરમાર ગત વર્ષે ખૂબ ચર્ચામાં રહી હતી. જુહી સિંગલ મધર તરીકે તેની પુત્રીને સાચવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post માંડ-માંડ બચી જાણીતી અભિનેત્રી, આ રીતે થયો મોતથી સામનો appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/well-known-actress-survived-shared-scary-experience-of-death/
via Best Gujarati News

0 Comments