દોસ્ત બનાવવામાં મદદ કરશે ફેસબુકનો આ ઈમોશનલ રોબોટ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક ઈમોશનલી સેન્સેટિવ રોબોટ્સ બનાવવાનું વિચારી રહ્યા છે. આ રોબોટ્સ આસપાસની દુનિયાનું નિરિક્ષણ કરવાની સાથે વસ્તુઓ અને માણસોને પણ ઓળખશે. સાથે સાથે યૂઝર્સના દોસ્ત બનાવવામાં મદદ કરશે. ઈમોશનલ રોબોટ્સ, ઓનબોર્ડ સેન્સરની મદદથી લોકોને ઓળખશે. સાથે સાથે રોબોર્ટસ સેન્સરની મદદથી લોકોની ભાવનાઓને સમજીને એવાજ મિત્રોને શોધી બતાવશે. આ વાતનો ખુલાસો ફેસબુકના પેટન્ટ ફાઈલિંગથી થયો છે.
સામાન્ય માણસ જેટલી જ ઉંચાઈ હશે આ રોબોટની
ઈમોશનલ રોબોટ્સ,ઇમેજ અને વીડિયો ડિસ્પ્લેને લઈને લોકો સાથે વાતચીત પણ કરી શકશે. આ રોબોટ્સ યૂઝર્સને મળશે અને નવા નવા દોસ્ત બનાવવામાં મદદ કરશે, જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયુ નથી કે ફેસબુક પોતાના પેટન્ટ ફાઈલિંગ પર અમલ કરશે કે કેમ. સોશિયલ રોબોટ્સનો આ યુનિક આઈડિયા યુરોપિયન પેટન્ટમાં સામે આવ્યો છે. જેને ફેસબુકે 16 મે 2019એ ફાઈલ કર્યો છે. ફેસબુકનો દરેક ઇમોશનલ રોબોટ એક એડલ્ટ વ્યક્તિ જેટલી કદકાઠી ધરાવતો હશે. તેમાં કેમેરો તેમજ બીજા સેન્સર પણ લગાડેલા હશે જેની મદદથી આ રોબોટ લોકોના ચહેરાઓને સ્કેન કરીને બોડી લેંગ્વેજને સમજી શકશે.
લોકોની સાથે વાતચીત કરશે આ રોબોટ
રોબોટમાં લાગેલા સ્પીકર્સ અને માઈક્રોફોન તેને અવાજ સાંભળવામાં મદદ કરશે. રોબોર્ટસ આની મદદથી લોકો સાથે વાતચીત પણ કરી શકશે. જો આ રોબોટને ફેસબુકના પ્લેટફોર્મ પર ઇંટીગ્રેટ કરવામાં આવશે તો સમગ્ર દુનિયામાંથી લોકો સાથે વાતચીત કરવાની પ્રોક્સી તરીકે ઉપયોગ કરી શકશે. રોબોટ્સ મોનિટર સ્ક્રીનનો ઉપયોગ કરતા વ્યક્તિની તસવીર ડિસ્પ્લે કરી શકાશે. ડિઝાઈન પ્રપોઝલથી એ વાતનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે આ રોબોટ આવશે પછી ક્રાંતી સર્જાશે.
આ રોબોર્ટને પૈડા પણ હશે જેનાથી તે સરળતાથી અહીંથી ત્યાં ફરી શકશે. જો કે ફેસબુક તરફથી હજુ સુધી આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post દોસ્ત બનાવવામાં મદદ કરશે ફેસબુકનો આ ઈમોશનલ રોબોટ appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/facebook-files-patent-to-build-robots-that-roll-around-scanning-faces/
via Best Gujarati News
0 Comments