જાહ્વવી કપૂરના શોર્ટ્સ કપડાને લઇને કેટરીનાએ કહી દીધી આટલી મોટી વાત
બોલીવુડ અભિનેત્રી કેટરીના હાલ તેની આગામી ફિલ્મ ભારતના પ્રમોશનમાં વ્યસ્ત છે. જ્યાં એક તરફ ફિલ્મમાં સલમાનના અલગ-અલગ લુક્સ અને ફિલ્મના ગીત સોશિયલ મીડિયા પર છવાયેલો છે. ત્યારે હાલમાં કેટરીના કેફે જાહ્નવી કપૂરને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. કેટરીનાનું આ નિવેદન ખૂબ ચર્ચા છે. જોકે, હાલ કેટરીના નેહા ધુપિયાના ચેટ શો BFFમાં પહોંચી. જ્યાં તેને ઘણી રસપ્રદ વાતો શેર કરી છે. જ્યારે તેને ચેટ શોમાં સવાલ કરવામાં આવ્યો કે જિમ અને વર્કઆઉટ દરમિયાન અપનાવવામાં આવતા લુકમાં કોણ એવું છે જેને જોઇને કેટરીનાના લાગે છે કે તે લુકના મામલામાં દરેક હદ પાર કરી જાય છે.
જેની પર કેટરીનાએ જાહ્નવી કપૂરનું નામ લેતા કહ્યું કે જીમમાં જાહન્વી કપૂરના ખૂબ નાના કપડા જોઇને ચિંતા થા છે. કેટરીનાએ કહ્યું કે જાહન્વી જ્યારે જિમમાં આવે છે.ત્યારે તે જાહ્નવી સાથે એક્સરસાઇજ કરે છે અને તેના શોર્ટ્સ આઉટફિટને લઇને ચિંતા થવા લાગે છે.
હાલમાં એક મીડિયા ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે કેટરીનાથી પૂછવામાં આવ્યું કે તે કોની સાથે ડિનર કરવા માંગે છે. તો વાચ પર વિચાર કર્યા બાદ કેટરીનાએ 3 નામ લીધા જેમા તેને ફોર્મર યુનાઇટેડ સ્ટેટ સેક્રેટરી કોંડોલિજા રાઇજ, ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિક અભિનેત્રી મર્લિન મુનરોનું નામ સામેલ હતું.
જોકે, સલમાન ખાનીન વર્ષ 2019ની ઇદ પર રિલીઝ ભારતથી આ ફિલ્મના બન્ને અભિનેતાઓ સલમાન અને કેટરીનાને ઘણી આશા છે. સલમાન ખાને એવું પણ કહ્યું કે આ ફિલ્મમાં કેટરીનાને નેશનલ એવોર્ડ પણ મળી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post જાહ્વવી કપૂરના શોર્ટ્સ કપડાને લઇને કેટરીનાએ કહી દીધી આટલી મોટી વાત appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/for-this-reason-katrina-kaif-is-worried-about-jhanvi-kapoor/
via Best Gujarati News
0 Comments