લોકસભા ચૂંટણીનું અંતિમ તબક્કાનું મતદાન હજુ બાકી છે, પણ સરકાર બનાવવાને લઈ રાજનીતિક પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. NDA અને UPA જ નહીં, પણ થર્ડ ફ્રન્ટે પણ સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ કરી છે. 23 મેના રોજ ચૂંટણીનું પરિણામ આવનાર છે. જો આ ચૂંટણીમાં કોઈ પક્ષ કે ગઠબંધનને સ્પષ્ટ બહુમત નહીં મળે તો, દેશના રાજકારણનું સમીકરણ બદલાઈ જશે.

સુત્રો પ્રમાણે, 21 મેના રોજ તમામ વિપક્ષી દળો એક બેઠક કરવાની તૈયારીમાં છે, જેમાં નેતૃત્વને લઈને ચર્ચા કરવામાં નહીં આવે. જો કે, મહાગઠબંધનની એકતા અને મહાગઠબંધનની એક તસવીર સામે રાખવાનો પ્રયાસ જરૂર કરવામાં આવશે. સીપીઆઈ સાંસદ ડી રાજાનું કહેવું છે કે, વિપક્ષી દળો બેઠકમાં બીજેપીને કેવી રીતે સત્તાથી હટાવી શકાય તેની રણનીતિ બનાવશે.

23મે, 2019 પહેલાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિના અધ્યક્ષ કે. ચંદ્રશેખર રાવ પણ અલગ-અલગ નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. હાલમાં જ તેઓએ ડીએમકે પ્રમુખ એમ કે સ્ટાલિન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ ચંદ્રશેખર રાવે નાયબ વડા પ્રધાન બનવાની ઈચ્છા દર્શાવી હતી. જો કે, ડીએમકેએ તેમને યુપીએને સમર્થન આપવા માટે કહ્યું છે.

23મે પહેલાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે વડા પ્રધાન પદ માટે માયાવતીને ઉમેદવાર ગણાવ્યા છે. અખિલેશ યાદવના પ્રસ્તાવ પર લેફ્ટને પણ કોઈ આપત્તિ નથી. લેફ્ટે કહ્યું કે, 23મે બાદ વડા પ્રધાન પદના ઉમેદવાર પર સહમતિ બનશે. હવે 23 મેના પરિણામ બાદ જ ખબર પડશે કે, દેશમાં ફરી એકવાર મોદી સરકાર બનશે કે પછી વિપક્ષમાંથી વડા પ્રધાન બનવાના સપનાં ચકનાચૂર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post PM પદ માટે વિપક્ષમાં છાસ છાગોળે, ભેંસ ભાગોળે ને ઘરમાં ધમાધમ જેવી સ્થિતિ, આ છે રાજકીય ગણિત appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/race-for-the-prime-ministers-post-in-opposition/
via Best Gujarati News

0 Comments