આજે હું ફરી પશ્ચિમ બંગાળ જઇ રહ્યો છું, જોઇએ છે શું થાય છે: PM મોદી
પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી દરમ્યાન થયેલી હિંસક ઘટનાઓને લઇ પીએમ મોદીએ રાજ્યના સીએમ મમતા બેનર્જીને સીધો પડકાર ફેંકયો છે. યુપીના મઉ અને ચંદૌલીમાં ગુરૂવારના રોજ રેલીઓને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે આજે ફરી એકવખત પશ્ચિમ બંગાળમાં મારી રેલી છે. અમે જોઇએ છે કે દીદી ત્યાં મારી રેલી થવા દે છે કે નહીં. આપને જણાવી દઇએ કે મંગળવારના રોજ અમિત શાહના રોડ શો દરમ્યાન હિંસા થઇ હતી. આ દરમ્યાન સમાજ સુધારક ઇશ્વર ચંદ્રવિદ્યાસાગરની મૂર્તિ તૂટતા ટીએમસી અને ભાજપના કાર્યકર એક-બીજા પર આરોપ મૂકી રહ્યાં છે.
પીએમ મોદીએ કહ્યું કે થોડાંક મહિના પહેલાં જ પશ્ચિમી મેદિનીપુરમાં મારી રેલીમાં ટીએમસી એ અરાજકતા ફેલાવી હતી. ત્યારબાદ ઠાકુરનગરમાં તો એવી સ્થિતિ ઉભી થઇ હતી કે મને મારું સંબોધન અધવચ્ચે છોડી મંચ પરથી હટવું પડ્યું હતું. આજે દમદમમાં રેલી છે. જોઇએ છે દીદી આ રેલી થવા દે છે કે નહીં.
એટલું જ નહીં પીએમ મોદીએ સમાજ સુધારક ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડવાના આરોપ ટીએમસી પર લગાવ્યા. તેમણે કહ્યું કે ટીએમસીના ગુંડાઓએ ઇશ્વર ચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિને તોડી દીધા. આવું કરનારાઓને કઠોર સજા થવી જોઇએ.
પીએમ મોદીએ કહ્યું કે વિદ્યાસાગર જીના વિઝન માટે સમર્પિત અમારી સરકાર, એ જગ્યા પર પંચધાતુની એક ભવ્ય મૂર્તિની સ્થાપના કરશે. આની પહેલાં ભાજપના ચીફ અમિત શાહે કહ્યું કે તૃણમૂલ કોંગ્રસે અત્યાર સુધી અમારી 70 રૈલીઓ પર પ્રતિબંધ લગાવાનું કામ કર્યું છે.
આ Video પણ જુઓ : પશ્ચિમ બંગાળમાં બબાલ…. EC પર સવાલ…!
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આજે હું ફરી પશ્ચિમ બંગાળ જઇ રહ્યો છું, જોઇએ છે શું થાય છે: PM મોદી appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/pm-modi-said-today-my-really-at-west-bengal/
via Best Gujarati News
0 Comments