માન્ચેસ્ટર સિટી સતત બીજા વર્ષે EPL ચેમ્પિયન, બ્રાઇટનને ૪-૧થી હરાવ્યું
। લંડન ।
માન્ચેસ્ટર સિટી ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલમાં (ઇપીએલ)માં ચેમ્પિયન બની ગઇ છે. માન્ચેસ્ટર સિટી ફૂટબોલ ક્લબે તેની છેલ્લી લીગ મેચમાં બ્રાઇટનને ૪-૧થી પરાજય આપ્યો હતો. સિટીની ટીમ ૯૮ પોઇન્ટ સાથે ચોથી વખત ચેમ્પિયન બની છે. લિવરપૂલની ટીમ બીજા ક્રમાંકે રહી હતી. સિટીની ટીમ સતત બીજા વર્ષે ટાઇટલ જીતવામાં સફળ રહી છે. માન્ચેસ્ટર સિટીની ટીમ લગભગ ૧૦ વર્ષ બાદ સતત બે ટાઇટલ જીતનાર પ્રથમ ટીમ બની છે. આ પહેલાં માન્ચેસ્ટર યૂનાઇટેડની ટીમ ૨૦૦૭-૦૮ તથા ૨૦૦૮-૦૯માં સતત બે વખત ટ્રોફી જીતી હતી.
ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં આઠમી વખત છેલ્લી લીગ મેચમાં કઇ ટીમ ચેમ્પિયન બનશે તેનો નિર્ણય આવ્યો હતો. આ પહેલાં ૨૦૧૩-૧૪ની સિઝનમાં છેલ્લી લીગ મેચમાં ચેમ્પિયન બનેલી ટીમનો નિર્ણય થયો હતો. ત્યારે પણ ટાઇટલ રેસમાં માન્ચેસ્ટર સિટી તથા લિવરપૂલ હતી અને સિટી ચેમ્પિયન બની હતી. બ્રાઇટન સામે માન્ચેસ્ટર સિટી તરફથી સર્જયો એગ્યુએરો, એમરિક લાપોર્ટે, રિયાદ મેહરેઝે તથા ઇલ્કે ગુંડોગને ગોલ કર્યા હતા. બ્રાઇટન તરફથી એક માત્ર ગોલ ગ્લેન મરેએ નોંધાવ્યો હતો. બ્રાઇટન સામે સિટીનો સતત ૧૪મો વિજય છે. ઇંગ્લિશ પ્રીમિયર લીગના અન્ય એક મુકાબલામાં લિવરપૂલ ક્લબે વુલવ્સને ૨-૦થી પરાજય આપ્યો હતો. લિવરપુલ ૯૭ પોઇન્ટ સાથે બીજા ક્રમે રહી છે. સાડિયો માનેએ બે ગોલ નોંધાવ્યા હતા. કાર્ડિક સિટીએ યૂનાઇટેડને ૨-૦ના સ્કોરથી હરાવ્યું હતું. સિટીએ ચોથી વખત ટાઇટલ જીત્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post માન્ચેસ્ટર સિટી સતત બીજા વર્ષે EPL ચેમ્પિયન, બ્રાઇટનને ૪-૧થી હરાવ્યું appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/manchester-city-continuous-ii/
via Best Gujarati News
0 Comments