મોદી સરકાર ફરી બનશે તો વધી શકે છે આ શેર, જાણો કોને થશે લાભ
એક્ઝિટ પોલ બાદ કેપિટલ ગુડ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ, પાવર અને એનબીએફસીમાં તેજી આવી છે. એક્ઝિટ પોલ્સમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર બનશે તેવી વાત કરવામાં આવી છે. બજાર વિશ્લેષકોને લાગી રહ્યું છે કે જો બીજેપી પક્ષ સત્તા પર આવે છે, તો આ ક્ષેત્રોને લાભ કરી શકે છે. એક બ્રોકરેજ ફર્મના સ્ટ્રેટેજી એન્ડ ઇન્વેસ્ટમેન્ટસ વડાએ કહ્યું હતું કે, “ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેની જાહેરાત કરી હતી. તેથી બાંધકામ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બિલ્ડિંગ મટેરિયલ કંપનીઓમાં એક્ઝિટ પોલ બાદ ખરીદી વધી છે.” તેમણે જણાવ્યું હતું કે રોકાણકારો ખાનગી ક્ષેત્રની કોર્પોરેટ બેંકો અને વિશેષતા રાસાયણિક કંપનીઓમાં પણ રસ ધરાવે છે.
મિડકેપ શેરમાં થશે ઉછાળો:
એક્ઝિટ પોલ્સમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની વાપસી થવા પર મિડ-કેપ શેરોનું ભાવિ બદલાશે. એક્ઝિટ પોલ બાદ નિફ્ટી ઇન્ડેક્સ સોમવારે 3.7 ટકા વધ્યો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સમાં 4.1 ટકાની અસાધારણ વૃદ્ધિ જોવા મળી હતી. આથી મિડ એન્ડ સ્મોલ કેપ સેગમેન્ટમાં મજબૂતી આવવાનો સંકેત માનવામાં આવે છે. બજાર વિશ્લેષકોનું કહેવું છે કે 23 મેના રોજ આવતા ચૂંટણી પરિણામ નરેન્દ્ર મોદીના પક્ષમાં રહેશે તો આ સેગમેન્ટમાં સતત વધારો થતો રહેશે.
એક સિક્યોરિટીઝના વડાએ જણાવ્યું હતુ કે મિડ-કેપ ઇન્ડેક્સને સોમવારે વેગ મળ્યો હતો. એવું લાગે છે કે ઇન્ડેક્સમાં સુધારાનો સમયગાળો પૂરો થયો છે. તેમણે જણાવ્યું હતું કે મિડ-કેપ શેરોમાં પાર્ટીની શરૂઆત થઇ ગઇ છે. 2017માં સ્ટોક માર્કેટની તેજીમાં સ્મોલ-કેપ સ્ટાર પરફોર્મર હતા. વર્ષ 2019માં પણ, મિડ-કેપ ઈન્ડેક્સ નીચે રહ્યો છે, જ્યારે નિફ્ટી લાઇફ ટાઇમ ઉચ્ચ સ્તરની નજીક છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post મોદી સરકાર ફરી બનશે તો વધી શકે છે આ શેર, જાણો કોને થશે લાભ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/capital-goods-infra-bank-shares-will-rise-if-nda-returns/
via Best Gujarati News
0 Comments