આજે સવારે શેરબજાર ખુલતા ઉછાળો જોવા મળ્યો છે. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +686.10 પોઇન્ટ વધીને 39,796.31 ની સપાટીએ ખુલ્યો છે. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +195.35 પોઈન્ટ વધીને 11,933.25 ની સપાટીએ ટ્રેડ થઇ રહી છે.

જ્યારે આજે શેરબજારમાં પ્રિ-ઓપનિંગમાં સેન્સેક્સ +462.56 પોઇન્ટના વધારા સાથે 39,572.77 પર ટ્રેડ થઇ રહ્યો છે. લોકસભાની ચૂંટણીના પરિણામની જાહેરાત આજે થશે. કુલ 542 બેઠકો પર યોજાયેલી લોકસભા બેઠકોની આજે સવારે આઠ વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આજે દેશની જનતાને ચૂંટણીના પરિણામ સાથે શેરબજાર પર પણ નજર મંડાયેલ છે.

કારણ કે જે રીતે એક્ઝિટ પોલ બાદ શેરબજારે નવા રેકોર્ડ્સ નોંધાવ્યા છે તે જોતા આજે પણ શેરમાર્કેટ નવી સરકારના આગમનમાં જોરદાર સ્વાગત કરી શકે છે. શેરબજારમાં જાણકારોનું કહેવું છે કે જો મોદી સરકાર ફરી બનશે તો શેરબજારમાં સેન્સેક્સમાં જોરદાર ઉછાળો આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મોદી સરકારના આગમને શેરબજારે જોર પકડ્યું, સેન્સેક્સે બનાવ્યું નવું કિર્તિમાન appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/business-news-today-sensex-by-39796-and-nifty-11933/
via Best Gujarati News

0 Comments