મેં મહિનાની શરૂઆતમાં ગુજરાત સહિત દેશમાં જોરદાર ગરમી પડી રહી છે. તેમાંથી બચવા માટે લોકો આજકાલ અવનવા અખતરાઓ કરતા હોય છે. આ તમામ વાતો વચ્ચે હાલ એક તસ્વીર સોશિયલ સાઇટો પર વાયરલ થઇ રહી છે, જેને જોઇને તમામ લોકો ચોંકી જશે.

ગુજરાતના અમદાવાદની એક મહિલાએ ગરમીમાંથી પોતાની કારને બચાવવા માટે એક અનોખો ઉપાય કર્યો હતો અને આખી કારને ગોબરથી ઢાંકી દીધી હતી. કારના માલિકે પોતાની લાખો રૂપિયાના Corolla Altis કાર પર ગોબરનું કોટિંગ કરાવ્યું હતું. હાલ સોશિયલ મીડિયા પર તેના ફોટા વાયરલ થતા લોકોના અલગ અલગ રિએક્શન પણ આવી રહ્યા છે.

ગોબરનો ઉપયોગ ઘણા વર્ષો પહેલાથી આપણા દેશમાં થતો આવ્યો છે. આજે પણ ગ્રામીણ વિસ્તારોમાં ઘણા ઘરોમાં ગોબરનું લેપણ જોવા મળે છે. પરંતુ કાર પર ગોબરનું કોટિંગ મોટી વાત છે, ત્યારે આ તસવીરને રૂપેશ દાસ નામના એક વ્યક્તિએ પોતાના ફેસબુકમાં તેનો ફોટો શેયર કર્યો છે. ફોટામાં આખી કારને કોટિંગની સાથે જોવામાં આવે છે.

આ પોસ્ટ વાયરલ થતા જ તેના પર લોકોએ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે. એક યૂઝરે લખ્યું છે કે, માલિકે ગોબરનું કોટિંગ કરતી વખતે તેમાંથી આવતી બદબૂને કેવી રીતે સહન કરી હશે. અમુક લોકોએ તો એવું પણ પુછી લીધું કે, ગોબરના કેટલા લેયરથી વાહન ઠંડું રહે છે.

ગ્રામીણ વિસ્તારોમાં ઘરોમાં ગોબરથી લેપણ કરવાની પ્રક્રિયા આજે પણ ચાલું છે. માનવામાં આવે છે કે ગોબરનું કોટિંગ ગરમીના દિવસોમાં ઠંડક આપે છે, જ્યારે ઠંડીના દિવસોમાં ગરમી આપે છે. સાથે ગોબર પ્રાકૃતિક કીટાણુનાશક પણ માનવામાં આવે છે અને તેનાથી મચ્છર ભગાડવાના કામમાં આજે પણ લેવામાં આવે છે.

તમને જણાવી દઇએ કે, જેના પર ગોબરનો લેપ કરવામાં આવ્યો છે, તે કાર Corolla Altis છે. જો કે, આ મોડલ જૂનું છે. હાલ Altisની શરૂઆતી કિંમત ભારતીયલ બજારોમાં 16.45 લાખ રૂપિયા છે. તેમાં 1.8 લીટર પેટ્રોલ અને 1.4 લીટર ડીઝલ એન્જિન ઓપ્શન આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અમદાવાદી મહિલાએ 35 લાખની કારને ગાયના છાણથી લીપી, જાણો શું છે રહસ્ય? appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-car-owner-allegedly-coats-altis-with-cow-dung-tuto/
via Best Gujarati News

0 Comments