માઉન્ટ એવરેસ્ટ પર ‘ટ્રાફિક જામ’ના દ્રશ્યો સર્જાયા, 1 સપ્તાહમાં 18ના મોત
માઉન્ટ એવરેસ્ટ પર એક આયરિશ અને એક બ્રિટિશ પર્વતારોહીની મોતથી દુનિયાના સૌથી ઊંચા શિખર પર ચઢવાની કોશિષ કરનારાઓના મોતની સંખ્યા વધીને એક સપ્તાહમાં 18 થઇ ગઇ છે. પર્વતારોહણ અભિયાન આયોજકો એ શનિવારના રોજ આ માહિતી આપી. અધિકારીઓનું કહેવું છે કે મોટાભાગના પર્વતારોહીઓના મોત થાક, નબળાઇ અને આ મુશ્કેલ રૂટ પર પર્વતારોહીઓની સંખ્યા વધવાના લીધે થયું.
બ્રિટિશ પર્વતારોહી રૉબિન ફિશર (44) શનિવાર સવારે શિખર પર પહોંચ્યા, પરંતુ ઢાળથી અંદાજ 150 મીટર નીચે ઉતરતા તેઓ પડી ગયા. એવરેસ્ટ પર એક્સપેડિશનના મુરારી શર્માએ કહ્યું કે અમારા ગાઇડ એ મદદ કરવાની કોશિષ કરી. પરંતુ ફિશરનું મોત થઇ ગયું. એવરેસ્ટ પર ભારતના 4 અને અમેરિકા,ઓસ્ટ્રિયા અને નેપાળના એક-એક પર્વતારોહીનું મોત છેલ્લાં એક સપ્તાહમાં થયું છે.
આ સિવાય બીજા એક આયરિશ પર્વતારોહીનું મોત થયું છે. ત્યાં એવરેસ્ટ પર ટ્રાફિક જામની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પર્વતારોહીઓની સુરક્ષા પર પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે. આપને જણાવી દઇએ કે દુનિયાની સૌથી ઊંચી પર્વતમાળા માઉન્ટ એવરેસ્ટ પર પાછલા દિવસોમાં ‘ટ્રાફિક જામ’ જેવી સ્થિતિ જોવા મળી કારણ કે 200થી વધુ પર્વતારોહીઓએ શિખર પર પહોંચવાની કોશિશ કરી.
મીડિયામાં આવેલા એક સમાચારમાં એ દાવો કર્યો. કેટલાંય દેશોના પર્વતારોહી આ સપ્તાહે કેમ્પ-4 પહોંચ્યા અને તેમણે 8848 મીટર ઊંચી ચોટી પર જવાના પોતાના રસ્તામાં 2 કલાકથી વધુ સમય સુધી રાહ જોવાની ફરિયાદ કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post માઉન્ટ એવરેસ્ટ પર ‘ટ્રાફિક જામ’ના દ્રશ્યો સર્જાયા, 1 સપ્તાહમાં 18ના મોત appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/british-climber-dies-on-everest-death-zone-toll-reaches-18/
via Best Gujarati News
0 Comments