IL&FSના ભૂતપૂર્વ સીઇઓ રમેશ બાવાની ધરપકડ
નવી દિલ્હી :
સિરીયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસે (એસએફઆઇઓ) આઇએલ એન્ડ એફએસ કેસમાં શનિવારે આઇએલ એન્ડ એફએસ ફાઇનાન્સિઅલ સર્વિસીસના ભૂતપૂર્વ વડા રમેશ.સી.બાવાની શનિવારે ધરપકડ કરી હતી. આમ,આ કેસમાં બીજી ધરપકડ કરવામાં આવી છે, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. છેતરપિંડીભર્યા કામકાજ મારફત કંપનીમાં સત્તાનો દુરુપયોગ કરવાના આરોપસર બાવાની ધરપકડ કરવામાં આવી છે. આઇએલએન્ડ એફએસમાં બાવાએ મેનેજીંગ ડાયરેક્ટર અને સીઇઓનો હોદ્દો સંભાળ્યો હતો. ધિરાણને લાયક ન હોય એવી કંપનીઓને તેમણે લોન આપી હતી અને કંપનીને તથા ક્રેડિટર્સને ખોટી રીતે નુકસાન કરાવ્યું હતું. ચાલુ મહિનાની શરૂઆતમાં તપાસ એજન્સીએ આઇએલ એન્ડ એફએસના ભૂતપૂર્વ ચેરમેન હરી શંકરનની ધરપકડ કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ડેટ ઇન્સ્ટ્રૂમેન્ટ્સ અને બેન્ક લોન મારફત આઇએલ એન્ડ એફએસ ફાઇનાન્શિઅલ સર્વિસીસે રૂ.૧૭,૫૦૦ કરોડનું કરજ લીધું હતું. પ્રોવિડન્ટ ફંડ્ઝ, પેન્શન ફંડ્ઝ, ગ્રેચ્યુઇટી ફંડ્ઝ તેમ જ જાહેર અને ખાનગી ક્ષેત્રની બેન્કોએ કંપનીના ડેટ ઇન્સ્ટ્રૂમેન્ટમાં રોકાણ કર્યું હતું. ડેટની રકમ પરત કરવામાં ગ્રુપની અમુક કંપનીઓ ડિફોલ્ટ થયા બાદ ગયા વર્ષે આઇએલ એન્ડએફએસમાં કહેવાતી નાણાકીય ગેરરીતિ પ્રકાશમાં આવી હતી. કંપનીના બોર્ડને સુપરસીડ કરનારી સરકાર રિઝોલ્યૂશન પ્લાન ઉપર કામ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post IL&FSના ભૂતપૂર્વ સીઇઓ રમેશ બાવાની ધરપકડ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/former-ceo-ramesh-bawe-of-ilfs/
via Best Gujarati News
0 Comments