અ’વાદના વસ્ત્રાપુરમાંથી મળ્યો પુરુષનો મૃતદેહ, સોસાયટીમાં પ્રવેશ કરતા CCTVમાં કેદ
અમદાવાદના હિમાલયા મૉલ પાસે આવેલા ઇન્દ્રપ્રસ્થ ટાવરમાંથી એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. હિમાલયા મૉલ પાસે આવેલા ઇન્દ્રપ્રસ્થ ટાવરના A બ્લોકમાંથી 35થી 40 વર્ષના યુવાનની લાશ મળી આવી હતી, જેના કારણે વિસ્તારમાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.
આજે સવારે સ્થાનિક લોકોએ બ્લોકના પાર્કિગમાં એક અજાણ્યા પુરુષની લાશ જોતા પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ તપાસ શરૂ કરી હતી.
આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, હિમાલયા મૉલ પાસે આવેલા ઇન્દ્રપ્રસ્થ ટાવરમાંથી મળેલી લાશ અંગે આધેડે આપઘાત કર્યો હોય તેવું પોલીસ કહી રહી છે. આજે સવારે આધેડ સોસાયટીમાં પ્રવેશ કરતા સીસીટીવીમાં કેદ થયા હતા. મૃતક વૃદ્ધ મજૂરી કામ કરતા હતા.
મૃતકના ખિસ્સામાંથી એક ડાયરી મળી આવી છે. જેમાંથી આમલેટ, ચા અને શરબતનો હિસાબ લખ્યો હતો. આ ઉપરાંત એક ટિકિટ અને 200-300 રૂપિયા રોકડ મળી આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અ’વાદના વસ્ત્રાપુરમાંથી મળ્યો પુરુષનો મૃતદેહ, સોસાયટીમાં પ્રવેશ કરતા CCTVમાં કેદ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-dead-body-found-of-youth-from-indraprasth-tower-suicide-or-murder/
via Best Gujarati News
0 Comments