સની દેઓલ બોલીવુડના તે સ્ટારમાં સામેલ છે જે તેની ખાનગી જીંદગીને પ્રાઇવેટ રાખે છે. પર્સનલ લાઇફ અંગે વધારે વાત કરવાનું પસંદ કરતા નથી. સની દેઓલ રિજર્વ એક્ટર છે. જે સોશિયલ લાઇફ, બોલીવુડ પાર્ટીજ અને એવોર્ડ નાઇટ્સને અટેન્ડ કરવામાં રસ રાખતા નથી. સની દેઓલ પારિવારિક પર્સન છે. જોકે, ક્યારેક મીડિયાની સાથે તેમની પત્ની પૂજા દેઓલ અંગે વાત કરતા નથી અને પબ્લિક પ્લેસ પર પણ નજરે પડતા નથી.

મીડિયામાં બન્નેના લગ્નની મુશ્કેલીથી એક તસવીર જોવા મળે છે. જણાવી દઇએ કે સની દેઓલે 1984માં પૂજા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નની બન્નેના બે પુત્ર છે કરણ અને રાજવીર. કરણ જલદી જ બોલીવુડમાં ફિલ્મ પલ પલ દિલ કે પાસથી ડેબ્યુ કરવા જઇ રહ્યા છે. તેનું નિર્દેશન સની દેઓલે કર્યું છે.

સની દેઓલ અને ડિમ્પલ કાપડિયાના અફેયરની ખબર આજે પણ ચર્ચામાં રહે છે. બન્નેની વચ્ચેની નજીકની પુષ્ટિ સપ્ટેમ્બર 2017માં આવેલા એક વીડિયોથી પણ થઇ હતી. વાયરલ વીડિયોમાં સની દેઓલ અને ડિમ્પલ કાપડિય લંડનમાં એક બીજાની સાથે હાથ પકડીને નજરે પડ્યા હતા. વીડિયોમાં ડિમ્પલના એક હાથમાં સિગારેટ હતી. જ્યારે બીજો હાથ સની દેઓલના હાથમાં હતો.

સની દેઓલ અને ડિમ્પલ કાપડિયાની લવ સ્ટોરી ખૂબ જુની છે. ખબરોમાં કહેવામાં આવ્યું છે કે લગ્નના થોડાક વર્ષો બાદ ડિમ્પલ કાપડિયાએ રાજેશ ખન્નાથી અલગ થયા બાદ ઘર છોડી દીધુ હતું. આ દરમિયાન તેને સની દેઓલ સાથે ઘણી ફિલ્મો કરી હતી, ત્યારે આ બન્નેની જોડી ઓનસ્ક્રીન હિટ સાબિત થઇ.

બોલીવુડમાં સની અને ડિમ્પલના અફેરની ખૂબ ચર્ચા થતી હતી. સની-ડિમ્પલની સાથે રહેવાની પણ ખબર હતી. બન્નેના રિલેશન 11 વર્ષ સુધી ચાલ્યું હતું. આ વચ્ચે બન્નેના લગ્નની કરવાની પણ ખબર હતી. સની દેઓલની પૂજાથી લગ્ન થઇ ગયા હતા છતા પણ ડિમ્પલ સાથે અફેયર હતું. ડિમ્પલ પણ પતિ રાજેશ ખન્નાથી અલગ રહેતી હતી. કહેવામાં આવે છે કે જ્યારે સની અને ડિમ્પલ ડેટ કરી રહ્યા હતા.તો ડિમ્પલની બન્ને પુત્રીઓ ટ્વિંકલ અને રિંકી ખન્ના સનીને છોટે પાપા કહીને બોલાવતી હતી.

ઘણા વર્ષો બાદ સની અને ડિમ્પલના રિલેશનમાં તિરાડ પડી. જેનું કારણ સની દેઓલની લાઇફમાં રવીના ટંડનની એન્ટ્રીને માનવામાં આવતી હતી. જોકે, સની અને રવીનાનો સંબંધ લાંબો સમય ચાલ્યો નહીં. તે બાદ 2017માં સની અને ડિમ્પલ સાથે જોવા મળ્યા. જે બાદ બન્નેની એક સાથે હોવાની ખબર ફેલાયી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post હાલ પણ ડિમ્પલ કાપડિયા સાથે અફેયર! પત્ની સાથે નથી જોવા મળતો સની appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/still-dimple-talks-about-affair-looks-less-with-wife-sunny/
via Best Gujarati News

0 Comments