પ્રવાસ દરમિયાન લો પોષણક્ષમ આહાર
મુસાફરી દરમિયાન ભોજનનું ધ્યાન રાખવામાં આવે તો તંદુરસ્તી સારી રહે છે અને સફરનો આનંદ પણ માણી શકાય છે. ઘરમાં આપણને આ સમસ્યા રહેતી નથી, પણ મુસાફરીમાં અલગ અલગ હવાપાણી, ભોજનમાં અનિયમિતા, તીખા અને તળેલા ભોજનથી કામ ચલાવી લેવું પડતું હોય છે. ને તેથી તંદુરસ્તી જોખમાવવાની શક્યતા વધારે રહે છે. તમે જો કોઈ સામાન્ય હોટલમાં રહેતા હો અને ત્યાં માત્ર રહેવાની જ વ્યવસ્થા હોય તો તમારે ભોજન બહાર કરવું પડે છે પણ મુસાફરી દરમિયાન પૌષ્ટિક ભોજન કે અલ્પાહારનું સેવન થાય તો મોટે ભાગે અનહેલ્ધી ફૂડથી બચી શકાય છે.
કયો નાસ્તો લઈ જવો ?
તમે હવાઈ જહાજમાં મુસાફરી કરવાના હો તો વજનમાં હલકો અને હેન્ડ બેગ ખરાબ ન થાય તેવો વ્યવસ્થિત પેક કરેલો આહાર સાથે રાખો. જેમાં રોસ્ટેડ પૌંઆ, ચણા-શીંગ, મિક્સ નટ્સ, ડ્રાયફ્રૂટ્સ, સ્નીકર્સ વગેરે સામાન્ય રીતે એરપોર્ટ પર અને પ્લેનમાં પ્રોસેસ ફૂડ કે પેકેટ નાસ્તો મળતો હોય છે. કે જે ઘણાને માફક આવતો નથી.
માટે આપ થેપલા પરોઠા કે ખાખરા સાથે રાખી શકો છો. ટ્રેનમાં સફર દરમિયાન ભોજન કે નાસ્તા માટે હવાઈ જહાજમાં કરતાં વધુ સાનુકૂળતા રહે છે. માટે આપ ભાખરી, થેપલા, દહીં, અથાણું, તાજા ફળો, સલાડ નટ્સ વગેરે સાથે રાખી શકો છો. ખાસ તો મુસાફરી દરમિયાન પ્રવાહી ખોરાક લઈ જવાનું ટાળવું.
ડેસ્ટિનેશને પહોંચ્યાં પછી આપ રસ્તામાંથી તાજા ફળો, ગાજર, કાકડી, વીટબ્રેડ-બટર, ટોસ્ટ, યોગર્ટ વગેરે ખરીદી લેવા જેવી ફ્રાઈડ અને અનહેલ્ધી ફ્રૂડથી બચી શકાય. આ ઉપરાંત સ્વીટ મિલ્ક-કોકોટન મિલ્ક કે આલ્મંડ મિલ્ક (ખાંડ વગરનું) પણ આપ ખરીદી શકો છો કે જે અલ્પાહારમાં ઉપયોગી બને.
મુસાફરી દરમિયાન મોટા ભાગના લોકોને પાચનની સમસ્યા રહેતી હોય છે, કારણ કે જે તે પ્રદેશનું પાણી આપણી પાચન શક્તિને માફક આવતું નથી. આથી કબજિયાત કે લૂઝ મોશન થવાની શક્યતા વધારે રહે છે. જો આપને કબજિયાત થાય તો પુષ્કળ પાણી પીવું. મોશન ખુલાસીને થાય તે માટે પ્રોબાયોટિક્સનો વધુ ઉપયોગ કરવો. ખજૂર, પપૈયું જેવા ફળો તડબૂચ, ટેટી જેવા રસાળ ફળોનો ઉપયોગ કરવો. આ ઉપરાંત ટ્રાવેલિંગ દરમિયાન મેગ્નેશિયસ ધરાવતો આહાર લો. મેગ્નેશિયમથી કોસ્ટિપેશન થતું નથી અને આરામથી ઊંઘ આવે છે.
સફર દરમિયાન પૌષ્ટિક બ્રેક ફાસ્ટનું સેવન આખા દિવસ સારો વિતાવે છે. પ્રોટીન સમૃદ્ધ આહાર આખા દિવસનું બ્લડશુગર કાબૂમાં રાખે છે. પચવામાં ભારે કે તીખો તળેલો આહાર ખાવાનું ટાળો. સલાડનો ઉપયોગ વધુ કરો. તાજા શાક અને ફળોનું સેવન આપને તંદુરસ્ત રાખશે.
સફર દરમિયાન હેન્ડબેગમાં રોસ્ટેડ સોયાબીન, ડ્રાયફ્રૂટ, નટ્સ, સેન્ડવિચ ને એપલ, પેર જેવા ફળો રાખો. જેથી બજારું ફ્રાય ચીજોથી બચી શકાય. આમ, મુસાફરી દરમિયાનની પોષણક્ષમ આહારનું સેવન, થોડી સાવચેતી આપને તંદુરસ્ત રાખી પ્રવાસનો આનંદ માણી શકાય તેવા તરોતાજા રાખશે.
ડાયટિશિયનની કલમે । સોહિની શાહ (BS. RD – USA)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પ્રવાસ દરમિયાન લો પોષણક્ષમ આહાર appeared first on Sandesh.
from Lifestyle – Sandesh http://sandesh.com/low-affordable-diet-during-travel/
via Best Gujarati News
0 Comments