નવરાત્રિ પર જો તમે કંઇક ખાસ બનાવવા ઈચ્છો છો તો આજે તમારા માટે ખાસ એક મીઠાઈ લઈને આવ્યા છીએ જે બનાવવામાં છે તો ખુબજ સરળ સાથે સાથે સ્વાદિષ્ટ પણ એટલી જ છે. આજે આપણે બનાવીશું પાઈનેપલ ખોયાની સફેદ બરફી તા ચાલો બનાવીએ માતાને ધરાવવા આ ખાસ પ્રસાદ.

બરફી બનાવવા જોઈશે સામગ્રી
પાઈનેપલ ગોળ સ્લાઈસમાં કાપેલું,તાજુ ખોયા એક કપ, ખાંડ, એલચી પાવડર, કેસરના 3-4 તાંતણા, માવો 250 ગ્રામ

બરફી બનાવવાની પદ્ધતિ
એક મોટા વાસણમાં પાઈનેપલ અને ખાંડ નાખો, કુકરમાં પાણી નાંખી તે વાસણને તેમાં મુકો. 15-20 મિનિટ સુધી ધીમા તાપે પકાવો, ઠંડુ થાય એટલે મિક્સરમાં પીસીને સુપ બનાવો. પાઈનેપલ પલ્પ તૈયાર કરો. હવે એક કડાઈમાં પાઈનેપલના પલ્પને ખાંડ નાખીને ધીમી આંચ પર ઘાટુ કરી લો.

બીજી બાજુ એક વાસણમાં માવો શેકી લો. માવામાં પાઈનેપનું મિશ્રણ નાંખી દો. તેના પર અલચી, કેસરના તાંતણા નાંખી દો. થાળીમાં ઘી લગાવી મિશ્રણને ફેલાવી દો. જે આકાર આપવા હોય તે રીતે કાપી દો. તૈયાર છે સફેદ બરફી. આ બરફી પ્રસાદી તરીકે ખાઈ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post નવરાત્રિ પર બનાવો પાઈનેપલ ખોયાની સફેદ બરફી appeared first on Sandesh.



from Lifestyle – Sandesh http://sandesh.com/navratri-special-white-barfi-of-pineapple/
via Best Gujarati News