બોયફ્રેન્ડને કિસ કરી રહી હતી સની લિયોની અને જોઇ ગયા પિતા પછી…
સની લિયોની તેના તડફડ ઇન્ટરવ્યુ માટે પણ ખૂબ પ્રખ્યાત છે. તે તેને ટ્રોલર્સને લઇને ચિંતા મુક્ત રહે છે અને આગળના પ્રોફેશનને લઇને પણ પૂર્ણ રીતે કંફર્ટેબલ રહી છે. રિયાલીટિ શો બિગ બોસમાં આવ્યા બાદ તે બોલીવુડમાં એન્ટ્રી કરી. આજે તે બોલીવુડમાં સફળ અભિનેત્રી તરીકે છે. હાલમાં સની અરબાજ ખાનના નવા શો ક્વિક હીલ પિંચમાં પણ નજરે પડી હતી.
આ શો પર સની લિયોનીએ તેની લાઇફથી જોડાયેલા ઘણા કિસ્સાઓ શેર કર્યા. સનીએ તેની પહેલી કિસ પર પણ વાત કરી. પરંતુ તેની આ કિસ ખૂબ ત્રાસદાયી સાબિત થઇ. સનીને જ્યારે પહેલી કિસ પર સવાલ કર્યો તો તેને કહ્યું કે તે સમયે તે સ્કૂલમાં હતી અને તેનો એક બોયફ્રેન્ડ હતો. તે કિસ મારા માટે ખૂબ યાદગાર સાબિત થઇ હતી. પરંતુ તે કોઇપણ રીતે સારી યાદ નહોતી.
જોકે, મારી પિતાએ અમને કિસ કરતા જોઇ લીધા હતા અને મારા ઘરમાં ખૂબ હંગામો થયો હતો. સનીએ શો પર તેના પહેલા ક્રશ અંગે પણ વાત કરી હતી. તેને જણાવ્યું હતું કે હોલીવુડ અભિનેતા બ્રેડ પિટ તેનો પહેલો ક્રશ હતો.
વર્કફ્રન્ટની વાત કરીએ તો સની પાસે હાલ ઘણા પ્રોજેક્ટ્સ છે અને તેમા ખાસ કરીને તેને સાઉથ ઇન્ડસ્ટ્રીથી મળ્યા હતા. સની તમિલ ફિલ્મ વીરમદેવીમાં કામ કરવા જઇ રહી છે. તે સિવાય તે મલયાલમ ફિલ્મ સુપરસ્ટાર મમૂટીની સાથે પણ કમ કરતી નજરે પડી. આ ફિલ્મનું નામ મધુરા રાજા છે. સની તે સિવાય ફિલ્મ રંગીલામાં પણ કામ કરી રહી છે. તે એક મલયાલમ ફિલ્મ છે અને આ ફિલ્મનું નિર્દેશન સંતોષ નૈયર કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post બોયફ્રેન્ડને કિસ કરી રહી હતી સની લિયોની અને જોઇ ગયા પિતા પછી… appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/entertainment-sunny-leone-was-doing-kiss-boyfriend-and/
via Best Gujarati News
0 Comments