હોલિવૂડ સ્ટાર વિલ સ્મિથ પોતાનો નવો શો બકેટ લિસ્ટ શરૂ કરી રહ્યો છે. જેની તૈયારીમાં અભિનેતા વ્યસ્ત છે. આ શોથી વિલ સ્મિથ ડર અને પડકારભર્યા સ્ટન્ટ્સને ઝનૂનમાં ફેરવી નાખશે. તેની બકેટ લિસ્ટ એડવેન્ચરમાં દુબઇમાં પત્ની જૈડા પિંકેટ સ્મિથ સાથે સ્કાય ડાઇવિંગ, અબુધાબીમાં ફોર્મ્યુલા વન કાર રેસિંગ, શાર્ક સાથે તરવું, બોલિવૂડ ફિલ્મમાં ભાગ લેવો તેમ જ ડાન્સ કરવો, કયૂબામાં હાફ મેરેથોન દોડવી અને ડેવ ચેપલ સાથે સ્ટેન્ડઅપ કોમેડી કરવાની વાતો સામેલ છે. આ શો ત્રીજી એપ્રિલથી શરૂ થવાનો છે. આ શોનું શૂટિંગ વિલ સ્મિથે પૂર્ણ કર્યું છે. વિલ સ્મિથના શોમાંના કુલ છ એપિસોડમાં બોલિવૂડ તેમ જ ભારતની ઝલક જોવા મળવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post હોલિવૂડ સ્ટાર વિલ સ્મિથના શો બકેટ લિસ્ટમાં બોલિવૂડનો ડાન્સ જોવા મળશે appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/hollywood-star-will-smith/
via Best Gujarati News

0 Comments