ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ: આ વર્ષે પણ રેંકિંગમાં મોટી છલાંગની અપેક્ષા, સરકારે લીધા આ નિર્ણય
કંપની સ્થાપિત કરવા સંબંધી નિયમોમાં રાહત, ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ(જીએસટી) રજીસ્ટ્રેશન માટે બેંક ખાતાની અનિવાર્યતાને સમાપ્તા કરવા જેવા પગલાથી ભારતને આ વર્ષે વિશ્વ બેંકની ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ રેકિંગમાં તેની સ્તિથીને વધુ સુધારવા માટે મદદ મળશે. એમ એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે.
અધિકારીએ જણાવ્યું કે,‘સરકારે બધા 10 માપદંડો પર કેટલાક મહત્વના નિર્ણય કર્યા છે. જેના કારણે ભારતની રેંકિંગમાં નિશ્ચિત રૂપે ઉલ્લેખનીય સુધારો કરવામાં મદદ મળશે.’ નોંધનીય છે કે વર્લ્ડ બેંક દર વર્ષે ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ રિપોર્ટમાં વિવિધ દેશોને તેમને ત્યાં કારોબાર શરૂ કરવા અને કારોબાર સંબંધી 10 માપદંડોના આધારે રેંકિંગ આપે છે. જેમાં લગભગ 190 દેશોને રેંકિંગ આપવામાં આવે છે.
સરકાર દ્વારા લેવાતા પગલા:
સરકાર દ્વારા જે પગલા લેવામાં આવી રહ્યા છે તેમાં વિવિધ ફાર્મોને એક કરવી, 15 લાખ રૂપિયા સુધીની અધિકૃત મૂડી ધરાવતી કંપનીઓ માટે ડ્યુટી સમાપ્ત કરવી, કંપની સીલ અને રબર સ્ટેમ્પને સમાપ્ત કરવું અને ઇપીએફઓ અને ઇએસઆઈસીના રજીસ્ટ્રેશનનું જોડાણ સામેલ છે. ઉપરાંત સરકારી અધિકારીએ કહ્યું કે, કંપનીના વેપારને વધુ યોગ્ય બનાવવા માટે આયાત, નિકાસ સોદા માટે સિંગલ વિંડો સિસ્ટમ, પોર્ટ અને ટર્મિનલ ઓપરેટરો જેવી દરેક અંશધારકોને એક મંચ પર એકીકૃત કરવા અને પોર્ટ પર માલની કન્સાઇમેન્ટ માટે ઝડપી મંજૂરી સામેલ છે.
માપદંડ અને રેંકિંગ:
આ માપદંડમાં કારોબાર શરૂ કરવો, નિર્માણ પરમિટ, વીજળી કનેક્શન પ્રાપ્ત કરવું, ઋણ લેવું, ટેક્સ ચૂકવણી, સરહદી વેપાર, અનુબંધોને અમલમાં લેવા અને દેવું સમાપ્ત કરવું સામેલ છે. વિશ્વ બેંકની આગામી રિપોર્ટ ઓક્ટોબર, 2019માં આવવાની અપેક્ષા છે. વર્ષ 2018માં ભારતની રેંકિંગ 23 સ્થાન સુધરીને 77માં નંબરે રહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ: આ વર્ષે પણ રેંકિંગમાં મોટી છલાંગની અપેક્ષા, સરકારે લીધા આ નિર્ણય appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/india-may-improve-in-ease-of-doing-business-ranking-this-year/
via Best Gujarati News
0 Comments