અર્જુન કપૂર અને મલાઇકા અરોરાનાં લગ્નને લઇને અરબાઝ ખાને આપ્યો જોરદાર જવાબ
મલાઇકા અરોરા અને અર્જુન કપૂર 19 એપ્રિલનાં રોજ લગ્ન કરવા જઇ રહ્યા છે. આ વિશે ભલે કપૂર ખાનદાન મૌન હોય, પરંતુ તાજેતરમાં આ પ્રશ્નનો જવાબ મલાઇકા અરોરાનાં ભૂતપૂર્વ પતિ અરબાઝ ખાને આપ્યો છે. સોશિયલ મીડિયા પર અરબાઝનો એક વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં અરબાઝ ખાનને મલાઇકા અરોરા અને અર્જુન કપૂરનાં લગ્નને લઇને પ્રશ્ન કરવામાં આવ્યો છે. આનો જવાબ આપતા અરબાઝ ખાને હસતા-હસતા કહ્યું કે, “પાજી, ઘણો જ ઇન્ટેલિજન્ટ પ્રશ્ન પુછ્યો છે તમે. ઘણી મહેનત કરી હશે તમે. આખી રાત તમે આના માટે બેઠા હશો. તમારા પ્રશ્નનો જવાબ આપવો છે મારે, પરંતુ તમે આટલો સમય લીધો છે વિચારવા માટે તો મને પણ થોડોક સમય આપો. કાલે જણાવીશ, ચાલશે?”
આ પહેલા મલાઇકા અરોરા અને અર્જુન કપૂરનાં લગ્નને લઇને બોની કપૂરે કહ્યું હતુ કે, “આ અફવા છે. આમાં કોઇ જ સત્યતા નથી.” મલાઇકા અરોરાએ પણ પોતાના લગ્નની વાતની ફગાવી દીધી છે. જો કે માલદીવમાં અત્યારે મલાઇકા વેકેશન મનાવી રહી છે જેની તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે મલાઇકા લગ્ન પહેલા હૉલીડે પર છે. કેટલાક દિવસો પહેલા ‘કૉફી વિથ કરણ’ શૉમાં અર્જુન કપૂરે એ સ્પષ્ટ કર્યું હતુ કે લગ્ન માટે હવે તે તૈયાર છે.
જો કે પહેલા લગ્નને લઇને તે તૈયાર નહોતો. અર્જુનનાં આ જવાબ બાદ માનવામાં આવી રહ્યું છે કે તેણે મલાઇકા સાથે લગ્ન કરવાનો પ્લાન બનાવી લીધો છે. એ જોવુ રહેશે કે મલાઇકા-અર્જુનનાં લગ્ન માટે ફેન્સે ક્યા સુધી રાહ જોવી પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post અર્જુન કપૂર અને મલાઇકા અરોરાનાં લગ્નને લઇને અરબાઝ ખાને આપ્યો જોરદાર જવાબ appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/arbaaz-khan-speaking-gave-answer-on-malaika-arjuns-marriage-rumors/
via Best Gujarati News
0 Comments