ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન ગઇ કાલે મંગળવારે 23મી એપ્રિલનાં રોજ લોકસભાની 26 બેઠકો માટેની ચૂંટણીનાં ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ ગયું છે. આ વખતે ગુજરાતમાં 63.91 ટકા જેટલું મતદાન થયુ છે. જેના કારણે તમામ ઉમેદવારોમાં પોતાની જીતનો જુસ્સો જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને બીજેપીએ પોતાના પ્રચારમાં કોઇ કસર છોડી ન હતી. બંન્ને પાર્ટીઓએ મતદારોને રિઝવવા માટે તમામ પ્રકારના પ્રયાસ કર્યા હતાં. મતદાન પૂર્ણ થયા બાદ ઉમેદવારોએ પોતાની જીતની આશા વ્યક્ત કરી છે. ત્યાં જ કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોષીએ પણ આશા વ્યક્ત કરી છે કે, આ વખતે થયેલા મતદાનને જોતા કોંગ્રેસ રાજ્યમાં પરત ફરી રહી છે.

મનિષ દોષીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, મતદાનની વધેલી ટકાવારીથી કોંગ્રેસને ફાયદો થવાનો કોંગ્રેસનો દાવો છે. આ વર્ષે મતદાનની ટકાવારીમાં થયેલો વધારો કોંગ્રેસને ફાયદો કરાવશે તેવું પણ તેમણે કહ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે, ખેડૂત વિરોધી અને યુવા વિરોધી ભાજપની નીતિ સામે મતદાન થયું છે માટે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસને ખુબ જ મોટો ફાયદો થશે.

લોકસભાની ચૂંટણીમાં બાપુપુરા બૂથનો વીડિયો વાયરલ થવા અંગે મનિશ દોશીએ કહ્યું કે. ભાજપના પૂર્વ MLA લોકોને ધમકાવતા હોવાનો પણ બનાવ બન્યો છે. ત્યાં જ સાંસદના પીએ પાસેથી દારૂ – રૂપિયા મળ્યાનો બનાવ બન્યો છે. અનેક બનાવો અંગે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે. માણાવદર પેટાચૂંટણીમાં બે બૂથ પર ફેરમતદાનની માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મતદાનની વધેલી ટકાવારીથી કોંગ્રેસને ફાયદો થવાનો મનિષ દોશીનો દાવો appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/manish-doshi-claims-congress-to-benefit-from-increased-percentage-of-voting/
via Best Gujarati News

0 Comments