હવે દરેક યૂઝર્સ નહીં કરી શકે ફેસબુક લાઇવ સ્ટ્રીમિંગ, કારણ જાણી રહેશો દંગ
ફેસબુકે ન્યૂઝિલેન્ડની મસ્જિદ પર આતંકી હુમલામાં 50 લોકોના મોત બાદ એક મહત્વનો નિર્ણય લેવાનો વિચાર કર્યો છે. ફેસબુક તેના પ્લેટફોર્મ પર કયો યૂઝર લાઇવ થશે કે નહીં તેની પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં છે. કંપની ફેસબુક લાઇવ સ્ટ્રીમિંગ સેવાના ઉપયોગને લઇને નિયમોમાં કડક કરવા જઇ રહી છે. સોશિયલ મીડિયા કંપની ફેસબુકના ચીફ ઓપરેટિંગ ઓફિસર શેરિલ સેન્ડબર્ગે જણાવ્યું છે કે કંપની તેના સોશિયલ મીડિયા નેટવર્ક પર કોણ લાઇવ કરી શકશે તેના કેટલાક માપદંડોને પ્રતિબંધિત કરવા જઈ રહી છે. જોકે લાઇવ કરી શકાય તેવા પણ કેટલાક માપદંડો નક્કી થશે.
ન્યૂઝિલેન્ડના ક્રાઇસ્ટચર્ચ ખાતે થયેલા હુમલા પછી કંપની આ પગલું લેવા વિચારી રહી છે. સેન્ડબર્ગે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે ફેસબુક લાઇવ ઘટનાનું કંપની નિયમન કરશે. કોમ્યુનિટી ગાઇડલાઇન્સ જેવા માપદંડો પર તે નિયમન આધારિત રહેશે. ઉલ્લેખનીય છે કે 15 માર્ચના રોજ ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં એક બંધૂકધારીએ બે મસ્જિદ પર હુમલો કરીને લગભગ 50 લોકોને ઠાર માર્યા હતા.
સેન્ડબર્ગે બ્લોગમાં કહ્યું છે કે ફેસબુકે અલગ અલગ 900 જેટલા વીડિયોની ઓળખ કરી છે. તે તમામ વીડિયોમાં 17 મિનિટ સુધી ચાલેલા નરસંહારના કેટલાક ભાગ જોવા મળે છે. ફેસબુકે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડમાં નફરતભરી લાગણીથી ભરેલા સમૂહોની ઓળખ કરવા અને તેમને દૂર કરવા માટે વર્તમાન આર્ટિફિશિયલ ટૂલનો ઉપયોગ થયો છે.
ફેસબુક વિશ્વની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની છે અને હાલમાં તે 2.7 અબજ યૂઝર્સ ધરાવે છે. કેમ્બ્રિજ એનાલિટિકા કૌભાંડ પછી કંપની વારંવાર વિવાદમાં ફસાતી આવી છે. કંપની વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવા બે પ્લેટફોર્મની પણ માલિકી ધરાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post હવે દરેક યૂઝર્સ નહીં કરી શકે ફેસબુક લાઇવ સ્ટ્રીમિંગ, કારણ જાણી રહેશો દંગ appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/facebook-to-restrict-live-video/
via Best Gujarati News
0 Comments