સંગીન વૈશ્વિક સંકેતો અને બ્લૂચીપ કંપનીઓમાં ખરીદીને પગલે શેરબજાર વધારા સાથે બંધ થયું
। મુંબઈ ।
સંગીન વૈશ્વિક સંકેતો અને ટીસીએસ, એચડીએફસી બેન્ક તથા તાતા મોટર્સ જેવી બ્લૂચીપ કંપનીઓમાં ખરીદીને પગલે સોમવારે શેરબજાર વધારા સાથે બંધ થયું હતું. બેન્કિંગ શેર્સમાં થોડીઘણી ખરીદી જોવા મળી હતી.
ટીસીએસના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામને શેરબજારે વધાવી લીધું હતું અને શેર એક તબક્કે પાંચ ટકા વધ્યો હતો. ટીસીએસનો શેર રૂ.૯૮.૮૦ વધી રૂ.૨,૧૧૩.૩૦ ઉપર બંધ થયો હતો.મિટિયોરોલોજિકલ ડિપાર્ટમેન્ટે વર્તમાન વર્ષે સામાન્ય ચોમાસાની આગાહી કરી છે. આથી કૃષિ પેદાશ વધવાની અને આર્થિક વૃદ્ધિની આશા બળવત્તર બની હતી. એનાલિસ્ટોએ જણાવ્યું હતું કે થોડા સમય સુધી કોર્પોરેટ પરિણામો શેરબજારનું ચાલકબળ બની રહેશે જ્યારે બીજી બાજુએ ચૂંટણીનું પરિણામ નિર્ણાયક રહેશે. દિવસના કામકાજના અંતે સેન્સેક્સ ૧૩૮.૭૩ પોઇન્ટ વધી ૩૮,૯૦૫.૮૪ અને નિફ્ટી ૪૬.૯૦ પોઇન્ટ વધી ૧૧,૬૯૦.૩૫ ઉપર બંધ થયા હતા.
અમેરિકા – ચીન વચ્ચેની વ્યાપાર મંત્રણા અંતિમ તબક્કમાં પ્રવેશી હોવાની આશા। અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્ટીવન મન્ચીને વ્યક્ત કર્યા બાદ એશિયન શેર્સ ઊંચકાયા હતા અને ૯ મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. નિફ્ટીમાં તાતા મોટર્સ, ટીસીએસ, કોલ ઈન્ડિયા, તાતા સ્ટીલ, કોટક મહિન્દ્રા બેન્ક વધ્યા હતા જ્યારે ઇન્ફોસિસ, ભારતી ઇન્ફ્રાટેલ, સન ફાર્મા, આઈઓસી અને યસ બેન્ક ઘટયા હતા કામગીરીમાં સુધારાની ધારણાએ તાતા મોટર્સનો શેર ૭ ટકા વધી રૂ.૨૩૦ થવા સાથે છ મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.
આઠમી ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં કંપનીના શેર્સમાં ૬૨ ટકાને વધારો થયો છે. કંપનીના પ્રમોટર તાતા સન્સે બજારમાંથી તાતા મોટર્સના રૂ.૫૦૦ કરોડના શેર્સની ખરીદી કરી હતી. નવી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની જાહેરાતને પરિણામે સ્પાઇસ જેટનો શેર ૭.૮૩ ટકા વધ્યો હતો. પી. સી. જ્વેલર્સનો શેર ઇન્ટ્રા ડેમાં ૧૪ ટકા વધી રૂ.૧૨૮ થયો હતો. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ કંપનીના ૨ ટકા શેર્સ ખરીદતા શુક્રવારે શેર ૧૭ ટકા વધ્યો હતો.
આમ, છેલ્લાં બે સેશનમાં શેરના ભાવમાં ૩૧ ટકા વધારો થયો છે. રેલ વિકાસ નિગમનો શેર ૬ ટકા વધી રૂ.૨૦.૯૦ થયો હતો. વ્યાજ અને ટેક્સ પૂર્વેની આવક અપેક્ષા કરતા ઓછી આવવાને પરિણામે ઇન્ફોસિસનો શેર એક તબક્કે ૫ ટકા ઘટયો હતો. ફુડ્સ એન્ડ ઇનના શેર્સમાં સતત બીજા દિવસે ૨૦ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી. છેલ્લાં ત્રણ દિવસમાં શેરના ભાવમાં ૪૮ ટકાનો વધારો થયો હતો. મેટ્રોપોલિસ હેલ્થકેરનો શેર રૂ. ૯૬૦માં લિસ્ટ થયો હતો.
રિયલ્ટી શેર્સમાં ચમકારો
રિયલ્ટી કંપનીઓના શેર્સમાં ચમકારો જોવાયો હતો. ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૪૯.૩૦ વધી રૂ.૯૫૭.૨૦, શોભા રૂ.૧૨.૮૫ વધી રૂ.૫૧૩.૭૫, ફિનિક્સ લિમિટેડ રૂ.૬.૪૫ વેધી રૂ.૬૩૩.૭૦ ઉપર બંધ થયા હતા.
વિદેશી રોકાણકારોએ રૂપિયા ૧૧,૦૯૬ કરોડ ઠાલવ્યા
ભારતીય શેરબજારોમાં વિદેશી રોકાણકારોએ એપ્રિલમાં રૂ.૧૧,૦૯૬ કરોડ ઠાલવ્યા હતા. વિદેશી રોકાણકારોએ ફેબ્રુ.અને માર્ચ માં અનુક્રમે રૂપિયા ૧૧,૧૮૨ કરોડ, રૂપિયા ૪૫,૯૮૧ કરોડ ઠાલવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સંગીન વૈશ્વિક સંકેતો અને બ્લૂચીપ કંપનીઓમાં ખરીદીને પગલે શેરબજાર વધારા સાથે બંધ થયું appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/classic-global-signals-and/
via Best Gujarati News
0 Comments