લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી વચનોની પણ વણઝાર સરજાઈ રહી છે. મતદાતાઓને પોતાના તરફ કરવા દરેક રાજકીય પાર્ટીઓ વિવિધ ચૂંટણી વચનો આપી રહી છે. ભાજપે પણ ચૂંટણી વચનો જાહેર કર્યા છે

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે એક મોટી જાહેરાત કરી છે. ધર્મેન્દ્ર પ્રધાને એક રેલીને સંબોધિત કરતા જણાવ્યું કે, જો ભારતીય જનતા પાર્ટી ઓડિશામાં સત્તામાં આવશે તો લોકોને માત્ર રૂ.1ની કિંમતે ખાદ્ય ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવશે. પ્રધાને જણાવ્યું કે, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના અંતર્ગત લોકોને તેનો ફાયદો મળશે.

ધર્મેન્દ્ર પ્રધાને જાહેરાત કરતા જણાવ્યું કે, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના અંતર્ગત લોકોને માત્ર રૂ.1માં 5 કિલો ચોખા, 500 ગ્રામ દાળ અને મીઠું આપવામાં આવશે. આ યોજનાથી સમગ્ર દેશમાં લગભગ 3.26 કરોડ લોકોને ફાયદો પહોંચશે.

ઉલ્લેખનીય છે કે, ઓડિશામાં ધર્મેન્દ્ર પ્રધાન ભાજપનો એક મોટો ચહેરો છે. રાજકીય વર્તૂળોમાં પણ એવી ચર્ચા છે કે, ઓડિશામાં ભાજપ તરફથી હવે પછીના મુખ્યમંત્રી તરીકે ધર્મેન્દ્ર પ્રધાનનું નામ જ આગળ આવી રહ્યું છે.

ધર્મન્દ્ર પ્રધાન હાલ મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ છે. આ અગાઉ તેઓ 2012માં બિહારમાંથી રાજ્યસભામાં સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2000માં ઓડિશાની પલ્લહારા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા અને ત્યાર પછી 2004માં ઓડિશાના દેવગઢથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. ભાજપમાં પણ તેઓ અનેક જવાબદારી નિભાવી રહ્યાં છે.

આ વીડિયો પણ જુઓ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post BJPની મોટી જાહેરાત, લોકોને પડી જશે બખ્ખા, માત્ર 1 રૂપિયામાં મળશે આટલું appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/dharmendra-pradhan-promises-rice-salt-pulses-at-re-1-in-odisha/
via Best Gujarati News

0 Comments