Apple ચાહકો માટે એક માઠા સમાચાર, આ બે આઇફોનનું વેચાણ થશે બંધ
એપલના ચાહકો માટે આ એક ખરાબ સમાચાર છે. કારણ કે કંપનીએ હવે તેના બે સ્માર્ટફોન, આઇફોન 6 અને આઇફોન 6 પ્લસને વેચવાનું બંધ કરવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત, કંપનીએ એક મહિનામાં 35 થી વધુ ફોન વેચ્યા ન હોય તેવા સ્ટોર્સને બંધ કરવાનો નિર્ણય લીધો છે.
આ વિશેની માહિતી અમેરિકન સ્માર્ટફોન ઉત્પાદકના ત્રણ એપલ એક્ઝિક્યુટિવ્સ દ્વારા આપવામાં આવી છે. એપલ હંમેશાથી જ પોતાની પ્રોડક્ટને લઇને ચર્ચામાં રહે છે, પણ છેલ્લા કેટલાક સમયથી તે નુકશાનમાં જઇ રહી છે, અને તેનું કારણે છે ચીન અને ભારત. એપલને આ બે મોટા માર્કેટમાંથી નુકશાન વેઠવુ પડી રહ્યું છે.
હવે આ બધાની વચ્ચે એપલે ભારતીય યૂઝર્સને એક મોટો ઝટકો આપ્યો છે. કંપની હવે આઇફોન 6 અને 6 પ્લસને ભારતમાં નહીં વેચે, વળી સાથે સાથે નાની દુકાનો અને આઉટલેટ્સને પણ બંધ કરવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે, જે એક મહિનામાં 35 યૂનિટ નથી વેચી શકતી. આવું એટલા માટે કરવામાં આવી રહ્યુ છે જેનાથી એપલ ભારતમાં ફરીથી તે પોઇન્ટ સાથે રેન્કિંગ હાંસિલ કરી શકે છે.
ભારતીય કંપની એન્ટ્રી આઇફોનની કિંમતને 5000 રૂપિયા સુધી વધારી ચૂકી છે. જેમાં આઇફોન 6 અને 6s સામેલ છે. વર્ષ 2014માં જ્યારે આઇફોન 6ના 32જીબી વેરિએન્ટને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો તો તેની કિંમત 24,900 રૂપિયા હતી. વળી, આઇફોન 6sની 29,900 રૂપિયા. આ બાદ એપલે એન્ટ્રી લેવલ સ્માર્ટફોનની કિંમત હંમેશા વધારી છે. ગયા વર્ષે આ 21000 રૂપિયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post Apple ચાહકો માટે એક માઠા સમાચાર, આ બે આઇફોનનું વેચાણ થશે બંધ appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/apple-is-planning-to-stop-selling-iphone-6-and-6-plus/
via Best Gujarati News
0 Comments