ગુજરાતીઓ માટે માઠા સમાચાર, 17 વર્ષનો રેકોર્ડબ્રેક કરશે ગરમીનો પારો
ગુજરાતમાં હવે આગામી 5 દિવસ કપરાં રહેનારા છે. હાલ હવામાન વિભાગે આવનારા 5 દિવસમાં રાજ્યમાં તાપમાનનો પારો 43થી 46 ડિગ્રી સુધી પહોંચે તેવી આગાહી કરી છે. ગુજરાતમાં ચાલુ વર્ષે ગરમીનો પારો 17 વર્ષનો રેકોર્ડ તોડશે. હવામાન વિભાગે આવનારા 5 દિવસમાં રાજ્યમાં તાપમાનનો પારો 43થી 46 ડિગ્રી સુધી રહેશે તેમ જણાવ્યું છે.
આ અગાઉ 2002માં એપ્રિલ મહિનામાં ગરમીનો પારો 45 ડિગ્રીએ આંબી ગયો હતો. એટલે કે આ વખતે એપ્રિલની ગરમી 17 વર્ષનો રેકોર્ડ તોડી શકે છે. ગુરુવારે શહેરમાં ઑરેન્જ અને શનિ-રવિવારે રેડ એલર્ટની ચેતવણી અપાઈ છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાત પર ઉત્તર-પશ્ચિમી ગરમ હવાનું મોજુ ફરી વળશે. સાથે જ બંગાળની ખાડી પર પણ એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે. વાવાઝોડું ગુજરાત પર આવતા પવનમાંથી ભેજ ખેંચી લે છે. જેના કારણે ગરમ અને સૂકા પવનો ફૂંકાશે. ચાર દિવસો દરમિયાન અમદાવાદમાં 28 એપ્રિલ રવિવારે ગરમીનો પારો 45 ડિગ્રી પાર થવાની વકી હવામાન વિભાગે કરી છે.
રાજ્યમાં વિવિધ શહેરો પર ગરમીના પારા પર નજર કરીએ તો અમદાવાદમાં 41.9 ડિગ્રી, ડીસામાં 40.8 ડિગ્રી, વડોદરામાં 40.6 ડિગ્રી, રાજકોટમાં 41.3 ડિગ્રી, ભાવનગરમાં 40.0 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42.0 ડિગ્રી, અમરેલીમાં 43.2 ડિગ્રી, ગાંધીનગરમાં 41.8 ડિગ્રી પારો પહોંચ્યો છે. ગરમીને પગલે અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
26થી 29 તારીખ સુધી હવામાન વિભાગે હિટ વેવની આગાહી કરી છે.. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં ગરમ અને સૂકા પવનો ફૂંકાશે. અમદાવાદ શહેરમાં ગુરુવારે ઓરેન્જ એલર્ટ અને શુક્રવારે રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.
જુઓ વીડિયો: અમદાવાદના હાટકેશ્વર રિંગરોડ પર ભુવો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ગુજરાતીઓ માટે માઠા સમાચાર, 17 વર્ષનો રેકોર્ડબ્રેક કરશે ગરમીનો પારો appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/gujarat-in-heatwaveis-run-next-five-day/
via Best Gujarati News
0 Comments