ગઈ કાલે જ ગુજરાતમાં ગરમીએ છેલ્લા 17 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આજે પણ ગરમીનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગે અમદાવા શહેરમાં આજે 45 ડિગ્રી ગરમી પડશે તેવી આગાહી કરી છે. તો રાજ્યના અનેક સ્થળે હિટવેવની આગાહી કરવામાં આવી છે.

આકરી ગરમીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હિટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં લોકોને ગરમીથી બચવાના અને ગરમીમાંથી રાહત મળે, મુશ્કેલીઓ ના ઉભી થાય તે માટેના પગલા લીધા છે.

હવામાન ખાતા દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે હજુ પણ તાપમાનનો પારો ઉંચકાઈ શકે છે. અમદાવાદમાં રવિવારે રજા હોવા છતાં તમામ હેલ્થ સેન્ટરો ખુલ્લા રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આટલી આકરી ગરમીમાં આવી આકરી ગરમીમાં ઘરમાં ટાઢા છાંયડે બેસતા પણ ગરમીનો અહેસાસ થયા વીના રહેતો નથી ત્યારે તડકામાં રહીને કામ કાળી મજૂરી કરતા લોકોની હાલત ખરેખર દયનીય હશે તે સમજી શકાઈ. આ બાબતને ધ્યાનમાં લઈ તંત્રએ શહેરની તમામ કન્સ્ટ્રક્શન સાઇટ બપોરે 12.00થી 4.00 વાગ્યા સુધી બંધ રાખવાનું સૂચન આપવામાં આવ્યું છે.

સાથે જ કોર્પોરેશને બગીચાઓમાં પીવાના પાણી વ્યવસ્થા અને સરકારી હોસ્પિટલોમાં વિના મુલ્યે છાશ વિતરણ કરવામાં આવશે. તમામ હોસ્પિટલમાં આઈસપેક અને ઓ.આર.એસની વ્યવસ્થા કરાશે.

ગઈ કાલે જ શનિવારે રાજ્યના અમરેલીમાં 44.9, વડોદરામાં 44, રાજકોટમાં 44.7, ભૂજમાં 43.8, ભાવનગરમાં 43.7, અમદાવાદમાં 43.6, આણંદમાં 43.6, પોરબંદરમા 43.6, ગાંધીનગરમાં 43.4, ડીસામાં 43.4 મહુવામાં 43.4, સુરતમાં 43.2 અને સુરતમાં 43.2 અને દીવમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી 3 દિવસમાં અમદાવાદમાં રેડ અલર્ટ, ઓરેન્જ અલર્ટ અને યેલ્લો અલર્ટની આગાહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ગુજરાતમાં આગઝરતી ગરમી, રેડ એલર્ટ વચ્ચે કન્સ્ટ્રક્શન સાઇટ 12થી4 બંધ રાખવા આદેશ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/red-alert-in-ahmedabad-gardens-to-open-till-11am-to-04pm/
via Best Gujarati News

0 Comments