ભાગેડું નીરવ મોદીએ UKની જેલમાં જ રહેવું પડશે, કોર્ટે ફરી જામીન અરજી ફગાવી
પંજાબ નેશનલ બેંક (પીએનબી) કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીની જામીન અરજી ફગાવી દીધી છે. આમ હવે નીરવ મોદીએ હજી વધારે સમય લંડનની જેલમાં જ વિતાવવો પડશે. આ મામલે આગામી સુનાવણી 26મી એપ્રિલના રોજ હાથ ધરાશે.
લંડનની કોર્ટે આ કેસને ‘અસામાન્ય ગેરરીતિ’ નો કેસ ગણાવ્યો છે. આ દરમિયાન લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં નીરવ મોદી પર સનસનાટીપૂર્ણ આરોપો પણ લાગ્યા હતાં.
London's Westminster Magistrate court rejects bail application of Nirav Modi. pic.twitter.com/JmDk0GNEnm
— ANI (@ANI) March 29, 2019
અગાઉ પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી એવા નીરવ મોદીની જામીન અરજીને લઈને લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. તે દરમિયાન ખુબ જ ચોંકાવનારો ખુલાસો થયો છે. ભારત તરફથી હાજર રહેલા ક્રાઉન પ્રોસેક્યૂશન સર્વિસના ટૉબી કૈદમેને લંડનની કોર્ટને જણાવ્યું છે કે, નીરવ મોદીએ એક સાક્ષી ‘આશીષ લાડ’ને બોલાવીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઈડીના વકીલે કોર્ટમાં ભાગેડું નીરવ મોદીને જામીન ના આપવાની માંગણી કરી હતી.
કૈડમેને કોર્ટને જણાવ્યું હતું કે, નીરવ મોદી ભારતીય એજન્સીઓને સહયોગ નથી કરી રહ્યો. કોર્ટમાં નીરવ મોદીની જામીન અરજી ફગાવવાની માંગણી કરતા કહ્યું છે કે, નીરવ મોદીને કોર્ટમાંથી જામીન ના આપવામાં આવે, તેના પાછળ જરૂરી કારણ પણ છે. જેમાં સૌથી પહેલું કારણ એ છે કે, જામીએન મળવા પર નીરવ મોદી દેશ છોડવાનો પ્રયાસ કરી શકે છે. આ ઉપરાંત જો તે જેલમાંથી બહાર હશે તો તે પુરાવાઓનો નાશ કરવાનો અને સાક્ષીઓને અસર પહોંચાડવાનો પ્રયાસ પણ કરી શકે છે.
Next date of hearing is 26 April. https://t.co/cITzGEcrx5
— ANI (@ANI) March 29, 2019
મુખ્ય મેજિસ્ટ્રેટ એમ્મા અર્બથનોટે આ મામલે પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે, આ માત્ર કેટલાક કાગળોની મસમોટી ફાઈલ છે. અર્બથનોટે જ ગત વર્ષે સપ્ટેમ્બરમાં વિજય માલ્યાના પ્રત્યાર્પણના આદેશ આપ્યા હતાં.
નીરવ મોદીના વકીલોએ આજે સુનાવણી પહેલા કહ્યું હતું કે, તેઓ અસરકારક જામીન અરજી કરવાનો પ્રયાસ કરશે. જોકે આ અગાઉ જીલ્લા ન્યાયાધીશ મૈરી મૈલોનનીએ અદાલતમાં પહેલી સુનાવણીમાં નીરવ મોદીની જામીન અરજીએ ફગાવવામાં આવી ચુકી છે.
નીરવ મોદીને સ્કોટલેન્ડ યાર્ડે સેન્ટ્રલ લંડનની એક શાખામાંથી અટકાયતમાં લીધો હતો. આ બેંકમાં નીરવ મોદી નવું ખાતુ ખોલાવવા ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post ભાગેડું નીરવ મોદીએ UKની જેલમાં જ રહેવું પડશે, કોર્ટે ફરી જામીન અરજી ફગાવી appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/uk-court-denies-bail-to-nirav-modi/
via Best Gujarati News
0 Comments