આ દિવસે લોન્ચ થઈ શકે છે Nokiaના જોરદાર સ્માર્ટફોન, જાણો કિંમત અને વિશેષ ફિચર્સ
એચએમડી ગ્લોબલ ભારતમાં 6 જૂનના રોજ Nokia 9 PureView લોન્ચ કરી શકે છે. કંપનીએ આગામી સપ્તાહે યોજાનારી એક ઇવેન્ટ માટે આમંત્રણમોકલવાનું શરૂ કર્યું છે. એવું માનવામાં આવે છે કે આ ઇવેન્ટમાં નોકિયા 9 PureView લોન્ચ કરવામાં આવશે. જોકે, ઈનવેટમાં આ ફોનમાંથી કોઈનો ઉલ્લેખ થયો નથી. આ ફોન સૌપ્રથમ મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોન પાછળના પાંચ કેમેરાથી સજ્જ છે.
ઉલ્લેખનિય છે આ ફોન સાથે ફિનલેન્ડની સ્માર્ટફોન મેકર HMD Global 6 જૂને ભારતમાં Nokia 5.2 અને Nokia 6.2 પણ લોન્ચ કરી શકે છે. પરંતુ કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. રિપોર્ટ્સ પ્રમાણે, હાલમાં Nokia 5.2 અને Nokia 6.2 ફીચર્સને લઈને વધુ જાણકારી નથી. કંપની તરફથી હજુ સીધી કોઈ લીક કરવામાં આવ્યું નથી.
રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે Nokia 5.2 અને Nokia 6.2 એન્ડ્રોઇડ 9.0 પાઈ પર આધારિત છે, જેમાં ક્વોલકમ સ્નૈપડ્રૈગન 632 પ્રોસેસર આપવામાં આવ્યું છે. Nokia 6.2માં 5.8 ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિસ્પ્લેમાં પંચ હોલ 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો લાગેલો હશે. આ સિવાય 16MP+5MPનો ડુઅલ રિયર કેમેરા સેટઅપ હશે. તેની બેટરી 3500 mAh હશે. Nokia 5.2ના ફીચરને લઈને કોઈપ્રકારની જાણકારી નથી. કિંમતને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે બંન્ને સ્માર્ટફોનની કિંમત 30 હજાર રૂપિયાથી ઓછી રાખવામાં આવશે.
Nokia 9 PureViewને મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (MWC) 2019માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનમાં પાંચ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તો સ્માર્ટફોનમાં USP છે. પાંચ કેમેરા ZEISSથી સર્ટિફાઇડ છે જે 12 મેગાપિક્સલ છે. તેમાં ત્રણ મોનોક્રોમેટિક લેન્સ છે અને બે RGB લેન્ચ આપવામાં આવ્યા છે. સેલ્ફી માટે 20 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આ દિવસે લોન્ચ થઈ શકે છે Nokiaના જોરદાર સ્માર્ટફોન, જાણો કિંમત અને વિશેષ ફિચર્સ appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/nokia-5-2nokia-6-2-and-nokia-9-pureview-on-6-june-launch-in-india/
via Best Gujarati News
0 Comments