કેસર અસલી છે કે નકલી, આ છે તેને ઓળખવાની સાચી રીત
કેસર મોંઘા મસાલાઓમાંથી એક છે. કેસરના ફુલનો કલર જાંબલી હોય છે. ભારતમાં કેસર અને તેની સુંગંધ દરેક જગ્યાએ ફેલાયેલી છે. કેસરની ઉપજ સૌથી વધારે પુલવામામાં થાય છે. સાથે જ જમ્મુ-કાશ્મીરની કેટલીક જગ્યા પર લોકો તેની ખેતી કરે છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં તેને રોપવામાં આવે છે અને ઓક્ટોબર-ડિસેમ્બર સુધી તેના ફુલ આવે છે.
કેસરની કિંમત ભારતના બજારમાં ત્રણથી સાઢા ત્રણ લાખ રૂપિયે કિલો છે. તેનું મોંઘુ હોવાનું કારણ તેની હાર્ડ ખેતી છે. પરંતુ કેટલીક વખત આપણે બજારમાંથી કે કોઇ ફેરિયાવાળા સાથે કેસરની ખરીદી કરી લેતા હોઇએ છીએ. પણ ઘણા લોકોને અસલી-નકલી કેસરમાં ફરક અંગે ખબર પડતી નથી. તો આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ અને ટ્રિક્સ અંગે જણાવીશું જેનાથી તમને અસલી અને નકલી કેસરમાં ફરક ખબર પડી શકશે.
– ગરમ પાણી કે દૂધમાં કેસર ઉમેરવા પર જો કોઇ વસ્તુ રંગ છોડી દે તો તે નકલી છે. અસલી કેસર ઓછામાં ઓછું 10-15 મિનિટ બાદ જ ડાર્ક રંગ છોડે છે.
– અસલી કેસરનો સ્વાદ કડવો હોય છે. કેસરના તાંતણાને મોંમા નાખવાથી જો મીઠું લાગે તો સમજી લો કે તે નકલી છે.
– કેસરના કેટલાક તાંતણાને પાણીમાં પલાળી દો. જો તે પૂર્ણ રીતે રંગ છોડી દે અને સફેદ થઇ જાય તો તે નકલી છે.
– પાણીમાં એક નાની ચમચી બેકિંગ સોડા અને કેસરના થોડાક તાંતણા ઉમેરી લો. જો રંગ પીળો થઇ જાય તો તે અસલી છે અને જો લાલ રહે તો તે નકલી છે.
– અસલી કેસ માત્ર સુગંધ વાળું હોય છે તેનો કોઇ ટેસ્ટ નથી હોતો.
– ભીની આંગળીઓ વચ્ચે કેસરને રગડો, જો કલર લાલ, કેસરી કે પીળો થઇ જાય તો કેસર અસલી છે.
– કેસરના તાંતણા હંમેશા સૂકા હોય છે. તે પકડવાથી તૂટી જાય છે.
– ગરમ જગ્યા પર કેસર રાખવાથી તે ખરાબ થઇ જાય છે. જ્યારે નકલી કેસર એવુંને એવું જ રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કેસર અસલી છે કે નકલી, આ છે તેને ઓળખવાની સાચી રીત appeared first on Sandesh.
from Lifestyle – Sandesh http://sandesh.com/the-saffron-is-genuine-or-fake-this-is-the-true-way-of-identifying-it/
via Best Gujarati News
0 Comments