પાકિસ્તાનને 10માંથી 9 વખત હરાવશે ભારત, આ દિગ્ગજ ક્રિકેટર્સે કરી ભવિષ્યવાણી
અનુભવી ઓફ સ્પિનર હરભજન સિંહને લાગે છે કે પાકિસ્તાની ટીમની પાસે 16મી જૂનના રોજ ભારતની સામે વિશ્વ કપ મેચમાં હરાવાનો કોઇ મોકો નથી, કારણ કે સરફરાજ અહમદના નેતૃત્વવાળી હાલની ટીમમાં અનુભવની કમી છે.
હરભજને એક કાર્યક્રમમાં કહ્યું કે પાકિસ્તાનનું ફોર્મ એટલું શાનદાર નથી અને તેમની પાસે એટલો અનુભવ પણ નથી. તેમણે કહ્યું કે વીતેલા સમયની પાકિસ્તાની ટીમને હરાવી ખૂબ જ મુશ્કેલ થતું પરંતુ હાલની ટીમ ભારતની સામે 10માંથી 9 વખત હારી જશે. તેમની પાસે કોઇ મોકો જ નથી.
38 વર્ષના આ બોલર્સે કહ્યું કે પાકિસ્તાનની સામે વર્લ્ડ કપ મેચમાં ભારતીય ટીમ પર ખૂબ જ દબાણ હશે. જ્યારે બે મજબૂત ટીમોનો મુકાબલો થાય છે તો મજબૂત ટીમને હંમેશા અસફળ થવાનો ડર હોય છે. પાકિસ્તાનની સામે હરાવાનું નહીં તેનું દબાણ ખૂબ જ વધુ હોય છે. હું જાણું છું કે પાકિસ્તાન સામે હાર્યા બાદ ભારતમાં શું થાય છે. લોકો બાકી મેચોને યાદ રાખતા નથી પરંતુ પાકિસ્તાનની મેચની દરેક વસ્તુ તેમને યાદ રહે છે. પાકિસ્તાન પાસે ગુમાવા માટે કશું નથી. જો તેઓ ભારતની વિરૂદ્ધ જીત પ્રાપ્ત કરી લેતો એ તેમના માટે બોનસ હશે. પરંતુ જો તેઓ ભારત સામે મેચ રાહી જાય તો તે આપણા માટે ખૂબ જ ખરાબ હશે.
16મી જૂનના રોજ ભારત અને પાકિસ્તાનની વચ્ચે યોજાનાર મેચ અંગે વાત કરતાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન યુનિસ ખાને કહ્યું કે હાલની ભારતીય ટીમ ખૂબ જ અનુભવી છે અને કેટલાંય ખેલાડી એવા છે જે ઘણા સમયથી સાથે રમી રહ્યા છે. બીજીબાજુ પાકિસ્તાનની પાસે કેટલાંક યુવા અને રોમાંચક પ્રતિભાશાળી ખેલાડી છે.
પાકિસ્તાને વર્લ્ડ કપ 2019મા સારી શરૂઆત કરી નથી. પોતાની પહેલી મેચમાં તેને વેસ્ટ ઇન્ડીઝની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આપણે ધીમી શરૂઆત કરીએ છીએ પરંતુ ધીમે-ધીમે ટુર્નામેન્ટમાં ઉપર જઇએ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પાકિસ્તાનને 10માંથી 9 વખત હરાવશે ભારત, આ દિગ્ગજ ક્રિકેટર્સે કરી ભવિષ્યવાણી appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/current-pakistan-team-will-lose-9-times-out-of-10-vs-india-harbhajan-singh/
via Best Gujarati News
0 Comments