વીએસ હોસ્પિટલમાં નર્સે પાટો કાપવા જતાં 6 મહિનાની બાળકીનો અંગૂઠો જ કાપી દીધો. જનાબ! જબાન આપી હતી…આકાશમાં મોડી રાત્રે ભારત-પાકિસ્તાનની વચ્ચે મીઠી ઇદ. લોખંડના તાર ભરેલાં ટ્રકમાં ટ્રાવેલ્સની બસ ઘુસી જતાં ડ્રાઈવર સહિત છ ને ઈજા. 24 વર્ષ બાદ કાશ્મીરમાં થશે કંઇક નવા-જૂની, શાહના એક દાવથી આખો દેશ અચંબામાં પડી જશે!. વિશ્વ પર્યાવરણ દિવસ: એવરેસ્ટને બનાવી દીધો કચરાનો ઢગલો, સત્ય હકીકત જાણી મનુષ્ય પર આવશે ગુસ્સો!. :‘સુપર 30’નાં ટ્રેલર પર આનંદ કુમારે એવું રિએક્શન આપ્યું કે ઋતિકને આવશે રડવું!ICC World Cup 2019: IND vs SA, વર્લ્ડકપમાં ભારતની પહેલી મેચ, કિસ મેં કિતના હૈ દમ!. 1563 દિવસ બાદ વર્લ્ડ કપમાં ભારતનો મુકાબલો, કોહલીના રેકોર્ડ પર તમામની નજરસહિતના અગત્યના સમાચાર…

વધુ વાંચવા કરો ક્લિક-1: જનાબ! જબાન આપી હતી…આકાશમાં મોડી રાત્રે ભારત-પાકિસ્તાનની વચ્ચે મીઠી ઇદ

પાકિસ્તાન દ્વારા ભારતીય વિમાનો માટે પોતાના હવાઇ ક્ષેત્ર પર મૂકેલા પ્રતિબંધ હટાવ્યા બાદ સોમવાર રાત્રે પહેલું વિમાન પાકિસ્તાનના રસ્તે દિલ્હીમાં દાખલ થયું. દુબઇથી દિલ્હીની વચ્ચે ઉડાન ભરનાર ઇન્ડિગોના આ વિમાનને દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા બાદ તરત જ ઇન્ડિગો ફલાઇટ ઓપરેશન્સ સેન્ટરને એક કોલ આવ્યો. 

વધુ વાંચવા કરો ક્લિક-2: વીએસ હોસ્પિટલમાં નર્સે પાટો કાપવા જતાં 6 મહિનાની બાળકીનો અંગૂઠો જ કાપી દીધો

અમદાવાદમાં વીએસ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. નર્સે માત્ર છ મહિનાની બાળકીના હાથનો પાટો કાપવા જતાં અંગૂઠો કાપી દીધો હતો. આ ઘટના બાદ બાળકીનાં પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. તો આ મામલે વીએસ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની માહિતી આપવામાં આવી રહી નથી.

વધુ વાંચવા કરો ક્લિક-3: લોખંડના તાર ભરેલાં ટ્રકમાં ટ્રાવેલ્સની બસ ઘુસી જતાં ડ્રાઈવર સહિત છ ને ઈજા

જૂનાગઢ જિલ્લાના ગડુ પાસે વધુ એક અકસ્માત સર્જાતો હતો. જેમાં રોડ ઉપર લોખંડના તાર ભરેલા ટ્રકમાં પાછળથી એક ખાનગી ટ્રાવેલ્સની બસ ઘુસી જતાં ડ્રાઈવર-ક્લીનર અને ચાર મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-4: 24 વર્ષ બાદ કાશ્મીરમાં થશે કંઇક નવા-જૂની, શાહના એક દાવથી આખો દેશ અચંબામાં પડી જશે!

ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહ એકદમ ફોર્મમાં છે, કાશ્મીરમાં આર્ટિકલ 370 અને 35A ને ખત્મ કરવાની ચર્ચા તો ચાલી રહી છે, સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરમાં પરિસીમન પણ કરાવી શકે છે. જે દિવસે અમિત શાહે ગૃહમંત્રી તરીકેનું કામકાજ સંભાળ્યું હતું, એ દિવસે જ તેમણે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકની સાથે બેઠક કરી હતી 

વધુ વાંચવા કરો ક્લિક-5: વિશ્વ પર્યાવરણ દિવસ: એવરેસ્ટને બનાવી દીધો કચરાનો ઢગલો, સત્ય હકીકત જાણી મનુષ્ય પર આવશે ગુસ્સો!

હિમાલયના ખોળામાં આવેલું માઉન્ટ એવરેસ્ટ દુનિયાનું સૌથી ઊંચું શિખર છે. સદીઓથી સફેદ બરફની ચાદર ઓઢીને ઉભેલા વિશાળકાય શિખરની ઊંચાઇ અંદાજે 29029 ફૂટ છે. એક જમાનામાં શ્વેત અને સ્વચ્છતાના પ્રતિક કહેવાતા એવરેસ્ટ પર આજે કચરાનો ઢગલો બનતો જાય છે.

વધુ વાંચવા કરો ક્લિક-6:‘સુપર 30’નાં ટ્રેલર પર આનંદ કુમારે એવું રિએક્શન આપ્યું કે ઋતિકને આવશે રડવું!

ઋતિક રોશનની ફિલ્મ સુપર 30નું ટ્રેલર આવી ગયું છે. ટ્રેલરને લઈને માર્કટમાં ફિલ્મ જોવા માટે લોકોની માગ વધી રહી છે. લોકોને ફિલ્મની કહાની વધારે પસંદ આવી. સુપર 30ની કહાની બિહારમાં કોચિંગ સંસ્થા ચલાવનાર આનંદ કુમારનાં જીવન પર છે. હવે ખુદ આનંદ કુમારે પણ આ ટ્રેલર જોઈને રિએક્શન આપ્યું છે કે કેવું લાગ્યું ટ્રેઈલર.

વધુ વાંચવા કરો ક્લિક-7: ICC World Cup 2019: IND vs SA, વર્લ્ડકપમાં ભારતની પહેલી મેચ, કિસ મેં કિતના હૈ દમ!

ટીમ ઇન્ડિયા આજે પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત સાઉથહેમ્પટનના રોજ બાઉલને મેદાન પર સાઉથ આફ્રિકાની સામે કરશે. વર્લ્ડ રેન્કિંગમાં બીજા નંબરની ટીમ ભારતનો નંબર 3 રેન્કિંગ એટલે કે સાઉ આફ્રિકાની સાથે આ મુકાબલો છે. ટુર્નામેન્ટની શરૂઆ 30મીના રોજ એક સપ્તાહ પહેલાં થઇ ચૂકી છે, પરંતુ ભારતીય ટીમ છઠ્ઠા દિવસે ટુર્નામેન્ટમાં પહેલી મેચ રમશે. 

વધુ વાંચવા કરો ક્લિક-8: 1563 દિવસ બાદ વર્લ્ડ કપમાં ભારતનો મુકાબલો, કોહલીના રેકોર્ડ પર તમામની નજર

સાઉથમ્પટનમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો જ્યારે આજે બુધવારના રોજ વર્લ્ડ કપ માટે મેદાનમાં ઉતરશે તો ભારતીય ટીમમાં ઘણું બધું બદલાયેલું હશે અને તમામની નજર ક્રિકેટના મહાકુંભમાં પહેલી વખત કેપ્ટનશીપ કરી રહેલા વિરાટ કોહલી પર હશે કારણ કે કેટલાંય રેકોર્ડ તેની રાહ જોઇ રહ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: ઘરમાં પૂજા પાઠ કરતી વખતે આ વાતોની રાખો તકેદારી, નહીંતો થશે મોટુ નુકસાન

કોઈ પણ શુભ કામ શરૂ કરતા પહેલા અથવા કોઈ પણ કામમાં સફળતા મેળવવા માટે લોકો હંમેશા પોતાના ઘરમાં પૂજા પાઠ કરાવીએ છીએ. આથી આપણને લક્ષ્યમાં સફળતા મળી શકે. પણ શું તમે જાણો છો કે મનોકામના જલ્દી પુર્ણ થાય તે માટે પૂજા પાઠ અને માંગલિક કાર્ય કરવાનો ઉત્સવ મનાવવાનો એક સાચો ઉપાય રહેલો છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: પોતાની રાશિ વૃષભમાં શુક્ર ગ્રહનું પરિવર્તન, આ જાતકોના આવ્યાં સારા દિવસ

નવગ્રહમાં છઠ્ઠો ગ્રહ જેને વૃષભ અને તુલાનો સ્વામી કહેવામાં આવે છે તે પોતાની જ રાશિમાં વૃષભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. આ સાશિમાં તે 29 જૂન શનિવાર સુધી રહેશે. શુક્રને શુભ લાભ દેનાર ગ્રહ કહેવામાં આવે છે. શુક્રના શુભ પ્રભાવથી મનુષ્યને તમામં ભૌતિક સુખો પ્રાપ્ત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post News@12 PM: VS હોસ્પિટલમાં નર્સની બેદરકારી આવી સામે, ભારત-પાક. વચ્ચે મીઠી ઇદ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/5-june-2019-top-headlines-til-12-pm/
via Best Gujarati News