ટીમ ઇન્ડિયાના વર્લ્ડ કપ મિશન પર પાણીના ફેરવી દે વાદળ, પહેલી મેચમાં જ કોહલી બ્રિગેડ ચિંતામાં!
ભારતીય ટીમ બુધવારના રોજ આઇસીસી વર્લ્ડ કપ-2019ની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે. સાઉથેમ્પટનના ‘રોજ બાઉસ ક્રિકેટ ગ્રાઉન્ડ’માં પહેલી વખત વર્લ્ડ કપ મેચની મેજબાની માટે તૈયાર છે.
સાઉથેમ્પનટનમાં થનાર આ ‘મહામુકાબલા’માં હવામાનનો કેટલો સાથ મળશે તેના પર બધાની નજર છે. મેચના એક દિવસ પહેલાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ જેવા રોજ બાઉલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ માટે પગ મૂકયો ત્યાં ભારે વરસાદે તેમનું સ્વાગત કર્યું. ટીમ ઇન્ડિયા પ્રેક્ટિસમાં હાથ અજમાવી શકી નથી.
ઇંગ્લેન્ડના હવામાનને જોતા વરસાદ ગમે ત્યારે પડી શકે છે. હાલના વર્લ્ડ કપમાં કેટલીક અભ્યાસ મેચો સિવાય એક દિવસ પહેલાં જ કાર્ડિકમાં અફઘાનિસ્તાન-શ્રીલંકા મુકાબલામાં વરસાદના લીધે અડચણો આવી ચૂકી છે.
હવામાનના પૂર્વાનુમાનનું માનીએ તો સાઉથેમ્પટનમાં બુધવારના રોજ વાદળ છવાયેલા રહેશે. અહીં વરસાદની ભવિષ્યવાણી કરાઇ છે. એક બ્રિટિશ હવામાન અધિકારીએ કહ્યું કે બપોરે વરસાદની સંભાવના છે પરંતુ બહુ ખાસ નહીં. રોજ બાઉલની પિચ બેટિંગ માટે અનુકૂળ મનાય છે. જે ટીમ ટોસ જીતશે પહેલાં બેટિંગ કરવાનું પસંદ કરશે.
રોજ બાઉલમાં ભારતીય ટીમે અત્યાર સુધીમાં ત્રણ વનડે ઇન્ટરનેશનલ રમી છે. જેમાંથી તેને એકમાં જીત અને બમાં હાર મળી છે. ટીમ ઇન્ડિયાએ આ મેદાન પર એકમાત્ર જીત 2004મા કેન્યાની સામે નોંધાવી હતી. દક્ષિણ આફ્રિકા સિવાય અફઘાનિસ્તાન (22 જૂન) સામે પણ ભારત આ મેદાન પર રમશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ટીમ ઇન્ડિયાના વર્લ્ડ કપ મિશન પર પાણીના ફેરવી દે વાદળ, પહેલી મેચમાં જ કોહલી બ્રિગેડ ચિંતામાં! appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/8th-match-icc-cricket-world-cup-2019-at-southampton-india-vs-south-africa-weather-report/
via Best Gujarati News
0 Comments