રમઝાન પછી લોકો ઈદની તૈયારીઓમાં લાગી જાય છે. ભારત સહિત પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ઈદ ઉલ ફિતરના ખાસ મોકા પર શીર ખુરમા અને મીઠી સેવૈયા બનાવવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે સેવૈયાની મિઠાશ એશિયાઈ દેશો સુધી જ સીમિત છે. મોટાભાગના મુસ્લીમ જનસંખ્યાવાળા દેશોમાં બીજી બાજુ ટ્રેડિશનલ ડિશ બનાવવામાં આવે છે સેવૈયાની જેમ જ આ તમામ પકવાનનો ઈતિહાસ ખુબજ પુરાનો છે.
તુફાહિઝા

તુફાહિઝા એક પ્રકારની મિઠાઈ છે જેને ઈદના મોકા પર ખાસ પિરસવામાં આવે છે. સાઉથ-ઇસ્ટ યૂરોપમાં ઇડ પર આને બનાવવાનું ખાસ પ્રચલન છે. આ દેખાવમાં સ્પંજી અને રસગુલ્લાની જેવું ચાશણી અને ક્રીમથી લથબથ ગ્લાસમાં પીરસવામાં આવે છે.

લોકુમ

તુર્કી લોકોમાં ઇદ પર સેવૈયાની જગ્યાએ લોકુમ ખાવામાં આવે છે. આને ઇદ પર બનાવવાની ખુબજ જુની પરંપરા છે. આને ભાત, ખાંડ, અખરોટ અને પિસ્તાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.

બોલાની

અફધાનિસ્તાનમાં ઇદની ટ્રેડિશનલ ડિશ છે બોલાની. જો કે લોકો આને રમઝાનમાં પણ ખાય છે. પિઝ્ઝાની જેવી દેખાતી આ વાનગી બ્રેડ અને સબ્જીઓ સાથે બનાવવામાં આવે છે તેમાં બટેટા, પાલક જેવી સબ્જીઓ પુરણ તરીકે ભરવામાં આવે છે.

લેપિસ લેગિટ

ઇન્ડોનેશિયામાં ઈદ પર ટ્રેડિશનલ ડચ કેક લેપિસ લેગિટ બનાવવામાં આવે છે. આને બનાવવા માટે ઇંડા અને બ્રેડની સાથે સાથે ઈન્ડોનેશિયન મસાલા અને લવીંગ એલચી જેવા ભારતીય મસાલાઓ નાખીને બનાવવામાં આવે છે.

માનતી

માનતી એક ટ્રેડિશનલ રશિયન ડિશ છે જે મુખ્ય રીતે ઈદ અલ ફિતરના દિવસે બનાવવામાં આવે છે. આ ડિશ ચીન, અફઘાન, અર્મિનિયન, તુર્કીશ, બોસ્નાનિયન અને સેન્ટ્રલ એશિયાના મુસ્લિમો બનાવે છે.

સેવૈયાં

ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં પરંપરાગત રીતે આ વાનગી બનાવાય છે. ઈદ હોય અને સેવૈયાં ન ખવાય એવુ બને જ નહી. સેવૈયાંના પણ અલગ અલગ પ્રકાર છે. જેમાં સુખી સેવૈયાં, શીર ખુરમા કે પછી કેરીના રસ વાળી સેવૈયાનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અલગ અલગ દેશોમાં ઈદ પર બનાવાય છે ખાસ આ પારંપરીક વાનગીઓ appeared first on Sandesh.



from Lifestyle – Sandesh http://sandesh.com/eid-al-fitr-best-traditional-eid-dishes-around-the-world-along-with-sevaiyan/
via Best Gujarati News