અમદાવાદઃ મહિલા બૂટલેગરને નથી કાયદાનો ડર, ઘરમાં ઘૂસી યુવકને લાતો વડે માર્યો માર
એકબાજુ સરકાર દારૂબંધીની વાતો કરી રહી છે. તો બીજી બાજુ બૂટલેગરોને કાયદો વ્યવસ્થાનો કોઈ ડર ન હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદના બાપુનગરમાં કુખ્યાત મહિલા બૂટલેગરે એક યુવકને ઘરમાં ઘૂસીને લાતો વડે માર માર્યો હતો. યુવકને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો છે. અગાઉ પણ મહિલા બૂટલેગર પર મારામારી સહિતના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
અમદાવાદના બાપુનગરમાં દારૂનો ધંધો કરતી સિતારા આ વિસ્તારમાં આપાના નામથી ઓળખાય છે. વિસ્તારમાં દારૂનો ધંધો કરતો હોવાથી એક સ્થાનિક યુવકે તેની વિરુધ્ધ ફરિયાદ કરી હતી. યુવકે ફરિયાદ કરતાં બૂટલેગર રોષે ભરાઈ હતી. અને કાનૂનનો કોઈ ડર જ ન હોય, કે પછી પોલીસને હપ્તો પહોંચતો હોવાથી પોલીસને પોતાના ખિસ્સામાં રાખતી હોય, તેમ સિતારાએ ફરિયાદ કરનાર યુવકના ઘરમાં ઘૂસી જઈને તેને લાતો વડે માર માર્યો હતો. અને પોતાની દાદાગીરીનો આ વીડિયો પણ ઉતાર્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
સિતારા ઉર્ફે આપા નામની આ મહિલા બૂટલેગર અગાઉ મારામારી સહિત અનેક ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ મહિલા બૂટલેગર પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અમદાવાદઃ મહિલા બૂટલેગરને નથી કાયદાનો ડર, ઘરમાં ઘૂસી યુવકને લાતો વડે માર્યો માર appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/woman-bootlegar-thrashed-a-man-in-bapunagar-area-ahmedabad/
via Best Gujarati News
0 Comments