પાકિસ્તાનના વિદેશ સચિવ અને ભારતમાં તેમના પૂર્વ હાઇકમિશન સોહેલ મહમૂદ ભારત આવ્યા છે અને બુધવારના રોજ તેમણે દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદમાં ઇદની નમાજ પઢી. તેમની આ યાત્રા પરથી ભારતીય અધિકારીઓની સાથો સાથ તેમની સંભવિત મીટિંગને લઇ અટકળો લાગી છે. તેના દ્વારા આવતા સપ્તાહે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં બંને દેશોના વડાપ્રધાનોની સંભવિત મુલાકાતનો રસ્તો બનાવી શકે છે.

ગયા વર્ષે એપ્રિલમાં ભારતથી ઇસ્લામાબાદ પાછા ફરેલા મહમૂદને ઇદના અવસર પર જામા મસ્જિદમાં નમાજ પઢતો જોયા. તેમની સાથે દિલ્હીમાં તૈનાત પાકિસતાનના વરિષ્ઠ ડિપ્લોમેટ પણ હતા. જો કે ના તો ભારતના વિદેશ મંત્રાલય અને ના તો પાકિસ્તાનના કોઇ ડિપ્લોમેટ મહમૂદની દિલ્હીમાં હાજરી અંગે કોઇ વાત કરી.

મહમૂદ પાકિસ્તાનના વિદેશ સચિવ બનતા પહેલાં ભારતમાં તેમના હાઇ કમિશ્નર હતા. તેઓ મંગળવારના રોજ નવી દિલ્હી આવ્યા હતા. તેઓ શુક્રવારે પાછા પાકિસ્તાન જાય તેવી સંભાવના છે. રિપોર્ટ્સમાં કહ્યું કે તેઓ તેમના પરિવારને પાછો ઇસ્લામાબાદ લઇ જવા માટે દિલ્હી આવ્યા છે. મહમૂદના બાળકો અહીં અભ્યાસ કરી રહ્યાં છે.

શોર બકોરથી તેમની આ યાત્રા પરથી અટકળો લાગવા લાગી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પાકિસ્તાની સમકક્ષ ઇમરાન ખાનની શાંઘાઇ સહયોગ સંગઠનના શિખર સંમેલન દરમ્યાન મુલાકાત થઇ શકે છે. મોદી અને ઇમરાન બંને 13-14 જૂનના રોજ વાર્ષિક એસસીઓ શિખર સંમેલનમાં ભાગ લેવાનો કાર્યક્રમ છે. લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત નોંધાવી સત્તામાં વાપસી કરવા પર ઇમરાને મોદીને ફોન કરી અભિનંદન પાઠવ્યા હતા. ઇમરાને ત્યારે ભારતીય ઉપમહાદ્વીપમાં શાંતિ અને સંપન્નતા માટે એક સાથે કામ કરવાની ઇચ્છા વ્યકત કરી હતી.

14મી ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલા બાદ બંને દેશોમાં તણાવ વધી ગયો હતો. આ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. તેના જવાબમાં વાયુ સેના એ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના ઠેકાણા પર હુમલો કર્યો હતો. થોડાંક સપ્તાહ બાદ જૈશ એ મોહમ્મદ ના સરગનાને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો.

આ બધાની વચ્ચે ભારત અને પાકિસ્તાનના સુરક્ષા બળોએ ઇદ ઉલ ફતરના અવસર પર બંને દેશોની સરહદે આવેલ કેટલીક જગ્યાઓ પર એકબીજાને મિઠાઇ ખવડાવી.

14મી એપ્રિલના રોજ પાકિસ્તાન પાછા ફરતા પહેલાં મહમૂદે કહ્યું હતું કે એકબીજાની ચિંતાઓને સમજી અને ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ તથા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારત-પાકિસ્તાનની વચ્ચે સતત વાતચીત એકમાત્ર વિકલ્પ છે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનને આશા છે કે ભારતમાં લોકસભા ચૂંટણી સમાપ્ત થયા બાદ બંને દેશોની વચ્ચે વાતચીત ફરીથી શરૂ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પાકિસ્તાનના અધિકારી દિલ્હીમાં જોવા મળતા મોદી-ઇમરાન ખાનની મીટિંગને લઇ અટકળો તેજ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/narendra-modi-imran-khan-meet-after-pakistan-foreign-secy-offered-namaz-delhi-in-zama-masjid/
via Best Gujarati News