સાઉથેમ્પટનમાં ટીમ ઇન્ડિયા એ પોતાના વર્લ્ડ કપ અભિયાનનો શાનદાર આગાઝ કર્યો. હાલના ‘ક્રિકેટ મહાકુંભ’માં સતત નિષ્ફળ સાબિત થઇ રહેલ દક્ષિણ આફ્રિકન ટીમને વિરાટ બ્રિગેડે પણ માત આપી. બુધવાર રાત્રે ભારતનો સાઉથ આફ્રિકા સામે 6 વિકેટથી ધમાકેદાર વિજય થયો છે.

આ મેચમાં યુજવેન્દ્ર ચહલની ધારદાર બોલિંગ (4/51) સિવાય રોહિત શર્માની જોરદાર સદી (નોટ આઉટ 122) ચર્ચામાં રહી. પરંતુ મેચ દરમ્યાન સૌથી વધુ મહેન્દ્ર સિંહ ધોનીના વિકેટકીપિંગ ગ્લવ્સે ચોંકાવ્યા. તેના ગ્લવ્સ પર અનોખું નિશાન જોવા મળ્યું. જે દરેક લોકો તેનો ઉપયોગ કરી શકતા નથી. આ બેઝ પેરા-કમાન્ડો લગાવે છે. આ બેઝને ‘બલિદાન બેઝ’ના નામથી ઓળખાય છે.

શું છે બલિદાન બેઝ?
પેરાશૂટ રેજિમેન્ટના સ્પશ્યલ બળોની પાસે અલગ-અલગ બેઝ હોય છે. જેને ‘બલિદાન’ તરીકે ઓળખાય છે. આ બેઝમાં ‘બલિદાન’ શબ્દને દેવનાગરી લિપિમાં લખાય છે. આ બેઝ ચાંદીની ધાતુથી બનેલો હોય છે, જેમાં ઉપરની બાજુ લાલ પ્લાસ્ટિકની આયત હોય છે. આ બેઝ માત્ર પેરા-કમાન્ડો દ્વારા પહેરાય છે.

ધોનીના ગ્લવ્સ પર આ નિશાન કેમ? શું છે ફેક્ટ
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ક્રિકેટમાં તેની ઉપલબ્ધિઓના લીધે 2011મા પ્રાદેશિક સેનામાં માનદ લેફ્ટિનેંટ કર્નલનો રેન્ક અપાયો હતો. ધોની આ સમ્માન મેળવનાર કપિલ દેવ બાદ બીજા ભારતીય ક્રિકેટર છે.

ધોનીને માનદ કમિશન આપ્યું કારણ કે આ એક યુવા આઇકન છે અને તે યુવાનોને સશસ્ત્ર બળોમાં સામેલ થવા માટે પ્રેરિત કરી શકે છે. ધોની એક ટ્રેન પેરાટ્રૂપર છે. તેમણે પેરા બેઝિક કોર્સ કર્યો છે અને પેરાટ્રૂપર વિંગ્સ પહેરે છે. મહેન્દ્ર સિંહ ધોનીએ પ્રાદેશિક સેના (ટીએ)ની 106 પેરાશૂટ રેઝિમેન્ટમાં માનદ લેફ્ટિનેંટ કર્નલ તરીકે પોતાના રેન્કને સાબિત કરી દેખાડ્યો છે.

ધોનીએ ઑગસ્ટ 2015મા ટ્રેનર પૈરાટ્રૂપર બની ગયો હતો. આગ્રાના પેરાટ્રૂપર્સ ટ્રેનિંગ સ્કૂલ (પીટીએસ)માં ભારતીય વાયુ સેનાના એએન-32 વિમાનમાંથી પાંચમી છલાંગ પૂરી કર્યા બાદ તેમણે પ્રતિષ્ઠિત પેરા વિંગ્સ પ્રતિક ચિહ્ન લગાવા માટે ક્વોલિફાઇડ કરી લીધું હતું. એટલે કે તેની સાથે જ ધોનીને આ બેઝને ઉપયોગ કરવા માટે યોગ્યતા પ્રાપ્ત થઇ ગઇ.

ઉલ્લેખનીય છેકે ધોની 1250 ફૂટની ઊંચાઇથી કૂદ્યો હતો અને એક મિનિટથી પણ ઓછા સમયમાં માલપુરા ડ્રોપિંગ ઝોનની પાસે સફળતાપૂર્વક ઉતર્યો હતો.

નવેમ્બર 2011મા ધોનીને પ્રાદેશિક સેના (TA)માં લેફ્ટિનેંટ કર્નલના માનદ રેન્કની સાથે સમ્માનિત કરાયો હતો. ત્યારે તેણે કહ્યું હતું કે તેઓ સેનામાં અધિકારી બનવા માંગતા હતા, પરંતુ કિસ્મતે તેમને ક્રિકેટર બનાવી દીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ધોનીના ગ્લવ્સ પર જોવા મળ્યું અનોખું નિશાન, બીજા કોઇ ક્રિકેટરની આ તાકત નથી appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/ms-dons-para-special-forces-insignia-in-show-of-respect-for-indian-army-during-ind-vs-sa-match/
via Best Gujarati News