હું જ ચોર, પોલીસ અને ન્યાયાધીશ જેવો ઘાટ, BJPના થાવાણી સામે મહિલા આયોગના આંખ આડા કાન
। ગાંધીનગર ।
રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમે અમદાવાદ- ગાંધીનગરમાં હોવા છતાંયે ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલા ઉપર કરેલા દમનની ઘટનામાં આંખ આડા કાન કર્યા છે. આયોગના સભ્ય ડો. રાજૂલ દેસાઈ અમદાવાદના શાહિબાગ ર્સિકટ હાઉસમાં હાજર હોવા છતાંયે ભાજપના ધારાસભ્યોની લાતોનો ભોગ બનેલી નરોડાની મહિલાની મુલાકાત લેવાનું ટાળ્યુ હતુ.
કોંગ્રેસની સરકાર વખતે આ જ રાષ્ટ્રીય મહિલા આયોગ દેશમાં જ્યાં પણ મહિલા અત્યાચારની ઘટના બહાર આવે કે તુરંત જ સ્થળ પર પહોંચીને સંબંધિત પોલીસ, કલેક્ટર, સમાજ કલ્યાણ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અધિકારીઓને નોટીસો ફટકારી તેમને કાયદાનું ભાન કરાવતુ, સરકારને અધિકારીઓ સામે એક્શન લેવા પત્રો પણ લખતુ હતુ.
હવે રાજ્ય- કેન્દ્રમાં ભાજપની જ સરકારો છે એટલે મહિલા આયોગ પણ ભાજપ સાથે સંકળાયેલા આગેવાનોથી જ ભર્યુ પડયુ છે. હું જ ચોર, પોલીસ અને ન્યાયાધીશ જેવા એકાત્મવાદમાં ભાજપનો ધારાસભ્ય મહિલા ઉપર અત્યાચાર કરે તેવી ઘટનામાં મહિલા આયોગ દ્વારા કાયદો અને વ્યવસ્થા, નારી ગૌરવની કેટલી જાળવણી થશે તેની સામે સવાલો ઉઠયા છે. નરોડામાં પિડિતા મહિલાની મુલાકાત, સ્થાનિક પોલીસ, સમાજ સુરક્ષા અધિકારીની જવાબદેહિતા મુદ્દે સમન્સ મોકલવાની પ્રક્રિયાથી રાષ્ટ્રીય મહિલા આયોગને પુછવામાં આવતા તેમણે રાજ્ય મહિલા આયોગે રિપોર્ટ મંગાવ્યાનું કારણ આગળ ઘરીને આ મુદ્દે હાથ ખંખેર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post હું જ ચોર, પોલીસ અને ન્યાયાધીશ જેવો ઘાટ, BJPના થાવાણી સામે મહિલા આયોગના આંખ આડા કાન appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/woman-commission-ignore-bjp-mla-thawani-case/
via Best Gujarati News
0 Comments