ક્લાસને તાળાં મારી દેવાતાં ટ્યુશન સંચાલકની ગાંધીગીરી, સ્મશાનમાં વિદ્યાર્થીઓને ભણાવ્યા
સુરતમાં તક્ષશિલા કોમ્પલેક્ષમાં આગ લાગ્યા બાદ ગુજરાત સરકારે રાજ્યના તમામ કોચિંગ ક્લાસિસને બંધ કરી દેવા અને ફાયર એનઓસી લીધા બાદ જ શરૂ કરવાના આદેશ આપ્યા છે. જેના કારણે ગુજરાતના હજારો કોચિંગ ક્લાસિસ બંધ પડ્યા છે. અને વિદ્યાર્થીઓનાં અભ્યાસને ફટકો પડી રહ્યો છે. પણ પાલનપુરમાં એક એવો સંચાલક છે, કે જેણે સરકાર સામે બાંયો ચઢાવી છે. કોચિંગ ક્લાસને તાળું મારી દેવાતાં આ સંચાલકે સ્મશાનમાં જઈને વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા.
પાલનપુરમાં રવિ સોની નામનો સંચાલક પરિવાર કોચિંગ ક્લાસ ચલાવે છે. ફેસબૂકમાં પોસ્ટ શેર કરતાં તેઓએ લખ્યું કે, ફાયર સેફટી લગાવી, સીસીટીવી લાગ્યા, એન્ટ્રી એક્ઝીટ બધું ઓકે કરી દીધેલું તો પણ તંત્ર દ્વારા ક્લાસિસ ચાલુ ન કરવા દેતા… કલેક્ટર સાહેબના બગીચામાં ભણાવ્યા તો ધારા 144 લાગુ કરી … તો જિંદગીના છેલ્લા સત્ય સ્મશાનમાં વિધાર્થીઓને ભણાવ્યા અને હજુ ચાલુ નહીં કરવા દો તો ….. ગમે ત્યાં ભણાઈશ પણ ક્લાસ બંધ તો નહીં જ થાય.
અગાઉ રવિ સોની દ્વારા પાલનપુર કલેક્ટર કમ્પાઉન્ડમાં ક્લાસિસ શરૂ કરાયા હતા. પણ ત્યાં પોલીસે 144ની કલમ લાગુ કરી ક્લાસ બંધ કરી દીધા હતા. પણ રવિ સોની હાર માને તેમ ન હતા. અને તેઓએ અંતે સ્મશાનમાં લઈ જઈને બાળકોને ભણાવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ક્લાસને તાળાં મારી દેવાતાં ટ્યુશન સંચાલકની ગાંધીગીરી, સ્મશાનમાં વિદ્યાર્થીઓને ભણાવ્યા appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/pariwar-classes-tutor-turns-crematorium-into-tuition-class/
via Best Gujarati News

0 Comments