ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં આજે ભારત પોતાની પહેલી મેચ રમશે. ક્રિકેટ ફેન્સ જોરદાર મુકાબલાની આશ સાથે બેઠા છે. બંને ટીમો મજબૂત છે. મેચ પહેલાં દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર્સ કાગિસો રબાડા એ ભારતના કેપ્ટન વિરાટ કોહલીને ઉશ્કેરવાની કોશિષ કરી છે. રબાડા એ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને અપરિપકવ કહ્યા હતા. કોહલીએ મંગળવારના રોજ તેનો જવાબ આપતા કહ્યું કે તેઓ સામ-સામે તેના પર રબાડાથી મુખાતિબ થશે. કોહલીએ રબાડાના વખાણ પણ કર્યા છે અને તેને વિશ્વ સ્તરના બોલર્સ ગણાવ્યા છે. ભારત અને દક્ષિણ આફ્રિકાને બુધવારના રોજ આઇસીસી વર્લ્ડ કપ-2019ની મેચમાં રમવાનું છે.

‘હું રબાડાને સામે જ જવાબ આપીશ’
મેચ પહેલાં સંવાદદાતા સંમેલનમાં કોહલીએ કહ્યું કે હું રબાડાની સામે કેટલીય વખત રમ્યો છું. મને લાગે છે કે જે વસ્તુ પર આપણે વાત કરવાની જરૂર હશે અમે તેના પર સામ-સામે વાત કરી લઇશું. મારે તેના માટે પત્રકાર પરિષદમાં જવાબ આપવાની જરૂર નથી. તેઓ વૈશ્વિક સ્તરના બોલર્સ છે. તેમની પાસે એવી યોગ્યતા છે કે તેઓ કોઇપણ દિવસે કોઇપણ બેટસમેનને ધોઇ શકે છે.

‘જાધવ સંપૂર્ણપણે ફિટ છે’
પોતાની ટીમ અંગે કોહલીએ કહ્યું કે જાધવ સંપૂર્ણપણે ફિ છે. તેમને ખભામાં ઇજા પહોંચી હતી. કોહલીએ કહ્યું કે જાધવ હવે સંપૂર્ણપણે ફિટ છે. રવિન્દ્ર જાડેજા પણ હવે પરિપકવતાથી બોલિંગ કરી રહ્યા છે. અમે જાણીએ છીએ કે અમે તમામ ક્ષેત્ર કવર કરી લીધા છે. અમે અહીં દરેક પરિસ્થિતિમાં રમવા તૈયાર છીએ.

ડેલ સ્ટેન બહાર થતા દક્ષિણ આફ્રિકા માટે નુકસાન
દક્ષિણ આફ્રિકાનો ઝડપી બોલર્સ ડેલ સ્ટેનને ખભામાં ઇજા થતાં વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગયો છે. તેના પર કહોલીએ કહ્યું કે મને તેમની માટે ખરબ લાગી રહ્યું છે. તેઓ જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં હતા ત્યારે ખૂબ ખુશ હતા અને સારી બોલિંગ કરી રહ્યા હતા. તેઓ હંમેશાથી આફ્રિકા માટે રમવાને લઇ પ્રેરિત રહેતા હતા. હું તેને લઇ તેમની સ્થિતિ સમજી શકું છું.

‘ચેમ્પિયન્સ ટ્રોફીની હારમાંથી ઘણું શિખ્યા’
ભારતને ઇંગ્લેન્ડમાં જ ચેમ્પિયન્સ ટ્રોફી-2017ની ફાઇનલમાં ચિર હરીફ પાકિસ્તાનના હાથે હારનો સમનો કરવો પડ્યો હતો. કોહલીએ કહ્યું કે તેમની ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીની ભૂલોને શીખ્યા અને આગળ વધ્યા છે. કોહલીએ મંગળવારના રોજ કહ્યું કે ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ટીમમાં કલાઇના સ્પિનરોને લાવવા માટે એક ખાસ અગત્યનું પગલું સાબિત થયું છે. ભારત આઇસીસી વર્લ્ડ કપ 2019મા બુધવારના રોજ દક્ષિણ આફ્રિકાની સામે પહેલી મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે.

મેચ પહેલાં સંવાદદાતા સંમેલનમાં કોહલીએ કહ્યું કે ચેમ્પિયન્સ ટ્રોફીથી જે શીખ્યા છીએ એ એ છે કે અમે એ ક્રિકેટ રમીએ જે આપણે જાણીએ છીએ, ફાઇનલમાં શ્રેષ્ટ ટીમ જીતી હતી. અમે ગેપ ઓછો કર્યો છે. અમે કલાઇના સ્પિનર લઇને આવ્યા છીએ જે મધ્યની ઓવરોમાં વિકેટ લે છે. ચેમ્પિયન્સ ટ્રોફીની સરખામણીમાં અમે શ્રેષ્ઠ ટીમ બન્યા છીએ.

‘અમે અનુભવથી મેચ જીતીશુ’
30 વર્ષના બેટસમેન એ પોતાની ટીમ પર આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે. કોહલીએ કહ્યું કે પહેલાં સપ્તાહમાં ધીમેઃધીમે સુધારો થયો છે. કેટલીક મેચ એકતરફી છે. પરંતુ તેના પરથી ખબર પડે છે કે જે ટીમ માનસિક સંતુલન બનાવી રાખે છે એ ટીમને ફાયદો થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ICC World Cup 2019: મેચ પહેલાં રબાડાએ ઉશ્કેરવાની કોશિષ કરી, વિરાટે ઠંડા કલેજે આપ્યો જબરદસ્ત જવાબ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/icc-world-cup-2019-virat-kohli-hits-back-at-kagiso-rabadas-remarks/
via Best Gujarati News